શોધખોળ કરો

PAK vs SL: શ્રીલંકા સામે જીતના ઇરાદા સાથે ઉતરશે પાકિસ્તાન, જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઇગ-11

PAK vs SL: પાકિસ્તાને તેની પ્રથમ મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. આ મેચમાં બાબર આઝમની ટીમે 81 રનથી જીત મેળવી હતી

PAK vs SL Playing 11: શ્રીલંકા મંગળવારે બીજી મેચમાં પાકિસ્તાનના પડકારનો સામનો કરશે. બંને ટીમો વચ્ચેની મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર 2 વાગ્યે શરૂ થશે. પરંતુ આ મેચ માટે પાકિસ્તાન અને શ્રીલંકાની પ્લેઈંગ 11 કેવી હશે?, મહિષ તિક્ષ્ણાની ફિટનેસ પર સવાલ છે. 

શ્રીલંકાની સંભવિત પ્લેઈંગ 11

પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), દુનિથ વેલાલેજ, મથિશા પાથિરાના, દિલશાન મદુશંકા અને કસુન રજિથા.

પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ 11-

ઇમામ-ઉલ-હક, ફખર ઝમાન, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઉદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન આફ્રિદી અને હારિસ રઉફ.

પાકિસ્તાને તેની પ્રથમ મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. આ મેચમાં બાબર આઝમની ટીમે 81 રનથી જીત મેળવી હતી. શ્રીલંકાની ટીમને તેની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ સરળતાથી પરાજય આપ્યો હતો. આ મેચમાં દાસુન શનાકાની ટીમને 102 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે શ્રીલંકા માટે આ ઘણી મહત્વની મેચ છે. જ્યારે બાબર આઝમની ટીમ જીત મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

ડિઝની પ્લસ હોટસ્ટાર પર ચાહકો વર્લ્ડ કપની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકે છે. ચાહકો હોટસ્ટાર પર ડિઝની પ્લસનું સ્ટ્રીમિંગ હિન્દી અને અંગ્રેજી સહિત 12 વિવિધ ભાષાઓમાં જોઈ શકે છે. આ સિવાય ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ મેચનો આનંદ માણી શકશે.   

આજે વર્લ્ડકપની બીજી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે છે. ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ ધર્મશાળામાં રમાવાની છે. ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર સવારે 10.30 વાગ્યે શરૂ થશે. ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ બાંગ્લાદેશ સામે રમી શકશે નહીં. આ પહેલા બેન સ્ટોક્સ ન્યૂઝીલેન્ડ સામે પણ રમી શક્યો ન હતો. વાસ્તવમાં ઇંગ્લેન્ડને ન્યૂઝીલેન્ડ સામે 9 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશે તેની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું.                            

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ

ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’

એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો

એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ

વિડિઓઝ

Trump-Putin Meeting : અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, પુતિન-ટ્રમ્પ વચ્ચે 3 કલાક બેઠક
Ambalal Patel Rain Prediction: આ વિસ્તારોમાં પડશે પૂર જેવો વરસાદ: અંબાલાલની સૌથી ઘાતક આગાહી!
Janmashtami Celebration : દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
Devayat Khavad News : તાલાલાના મારામારી કેસમાં આરોપી દેવાયત ખવડ હજુ ફરાર, પોલીસ નિષ્ફળ!
Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર

8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં....

ઇંગ્લેન્ડમાં હોબાળા બાદ BCCIનો મોટો નિર્ણયઃ એશિયા કપ પહેલા નિયમમાં કર્યો મોટો ફેરફાર

અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'

Embed widget