(Source: ECI/ABP News/ABP Majha)
PAK vs WI: પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સીરિઝમાં કોરોનાનો કહેર, રદ થઇ શકે છે પ્રવાસ
પાકિસ્તાનને ત્રણેય મેચની ટી-20 સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. જોકે વન-ડે સીરિઝ યોજવી કે નહી તેને લઇને નિર્ણય કરવામાં આવશે.
WI Tour of Pakistan: નવી દિલ્હીઃ પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટી-20 સીરિઝ રદ થાય તેવી સંભાવના છે. પાકિસ્તાન પ્રવાસ પર પહોંચેલી વેસ્ટ ઇન્ડિઝના ત્રણ ખેલાડી અને બે સહયોગી સ્ટાફ કોરોના પોઝિટીવ આવ્યો હતો. અત્યાર સુધી ટીમના છ ખેલાડી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ આ પ્રવાસને લઇને મોટો નિર્ણય લઇ શકે છે. એક રિપોર્ટ અનુસાર આ પ્રવાસ રદ કરીને વેસ્ટ ઇન્ડિઝની ટીમ સ્વદેશ પરત ફરી શકે છે.
વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર વિકેટકીપર શાઇ હોપ, સ્પિનર અકીલ હુસૈન, ઓલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સ કોરોના પોઝિટીવ આવ્યા હતા. તે સિવાય ટીમના સહાયક કોચ રોડી એસ્ટવિક અને ટીમના ડોક્ટર અક્ષય માનસિંહ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. તે સિવાય ઝડપી બોલર શેલ્ડન કોટરેલ, રોસ્ટન ચેઝ અને કાઇલ માયેર્સ પણ કોરોનાના કારણે ટી-20 સીરિઝમાંથી બહાર થઇ ગયા હતા. તે સિવાય ડેવોન થોમસ ઇજાના કારણે સીરિઝમાંથી બહાર થઇ ગયો હતો.
ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝે એક નિવેદનમાં કહ્યું કે ત્રણ ખેલાડી આગામી મેચમાં રમી શકશે નહી અને તમામ લોકોને આઇસોલેશનમાં રહેશે. તપાસ અધિકારી તેમની દેખરેખ રાખી રહ્યા છે. તેણે દસ દિવસ અથવા આરટી પીસીઆર નેગેટીવ આવવા સુધી આઇસોલેશનમાં રહેવું પડશે. બંન્ને બોર્ડના અધિકારી ગુરુવારે બેઠક કરીને વર્તમાન સીરિઝના ભવિષ્ય પર નિર્ણય કરશે.
પાકિસ્તાનને ત્રણેય મેચની ટી-20 સીરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. જોકે વન-ડે સીરિઝ યોજવી કે નહી તેને લઇને નિર્ણય કરવામાં આવશે.
Surat: પાંડેસરામાં 10 વર્ષીય માસૂમની હત્યા અને દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા
ગુજરાતમાં નોંધાયો વધુ એક ઓમિક્રોનનો કેસ, મહેસાણામાં મહિલાનો રિપોર્ટ પોઝિટીવ
India Corona Cases: દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં થયો વધારો, જાણો આજનો લેટેસ્ટ આંકડો
Surat : મોબાઇલ પર વાત કરતા કરતા કામ કરવાની ટેવ હોય તો જોઇ લો આ વીડિયો, નહીં તો પછી.......