શોધખોળ કરો
Advertisement
વિકેટ લીધા બાદ આ પાકિસ્તાની બૉલરે બેટ્સમેનનુ ગળુ કાપવાનો કર્યો ઇશારો ને પછી........ જુઓ વીડિયો
રાઉફની જશ્નની એક્શનને લઇને કેટલાય દિગ્ગજોએ આપત્તી નોંધાવી છે, ફેન્સ પણ આ ઘટનાને લઇને ખુબ નિરાશ થયા છે
મેલબોર્નઃ પાકિસ્તાની ફાસ્ટ બૉલર હારિસ રાઉફ હાલ બિલ બેસ લીગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, તે મેલબોર્ન સ્ટાર્સ તરફથી લીગ રમી રહ્યો છે, પણ તે એક મેચ દરમિયાન વિકેટની ઉજવણીને લઇને વિવાદોમાં ઘેરાઇ ગયો છે. હારિસ રાઉફે સિડની થન્ડર વિરુદ્ધ મેચ દરમિયાન વિકેટ લીધા બાદ બેટ્સમેન સામે ગળુ કાપવાનો ઇશારો કર્યો હતો, બાદમાં તેની ચારેય બાજુથી ટીકા થઇ હતી. તેને લોકોએ ટ્રૉલ કરવા માંડ્યો હતો.
ખરેખરમાં, વાત એમ છે કે હાલ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બિગ બેસ લીગમાં પાકિસ્તાની ફાસ્ટ બૉલર હારિસ રાઉફ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. મેલબોર્ન સ્ટાર્સ અને સિડની થન્ડર્સ વચ્ચે રમાઇ રહેલી ટી20 મેચ દરમિયાન હારિસ રાઉફે વિકેટ ઝડપવાની ખાસ ઉજવણી કરી. તેણે વિકેટ લીધા બાદ બેટ્સમેનનુ ગળુ કાપવાનો ઇશારો કર્યો હતો.
હાલ હારિસ રાઉફ લીગમાં ત્રણ મેચોમાં 5.9ની ઇકૉનોમી સાથે 10 વિકેટ લઇ ચૂક્યો છે, સિડની થન્ડર્સ વિરુદ્ધ તેને ત્રણ વિકેટ ઝડપી હતી. હારિસ રાઉફે જ્યારે જ્યારે વિકેટ ઝડપી ત્યારે તેણે ગળુ કાપવાનો ઇશારો કરીને ઉજવણી કરી હતી. આ આક્રમક અંદાજ ફેન્સ અને ક્રિકેટ દિગ્ગજોને પસંદ નથી આવ્યો. તેને લોકો ખુબ ટ્રૉલ કરી રહ્યાં છે. આનો એક વીડિયો પણ હાલ વાયરલ થઇ રહ્યો છે.
પૂર્વ રગ્બી ખેલાડી ડેરિલ બ્રોમેને પણ રાઉફની આ એક્શન પર આપત્તિ દર્શાવી છે. તેમને લખ્યુ કે- દરેક વખતે વિકેટ લીધા બાદ આ રીતની એક્શન કરવી યોગ્ય નથી. તે નિશ્ચિતપણ બેસ્ટ બૉલર છે, પણ આ રીતે ખુશી વ્યક્ત કરવી યોગ્ય નથી.This stump cam footage is BRUTAL! ???? #BBL09 pic.twitter.com/0LzeLrqYTa
— KFC Big Bash League (@BBL) January 2, 2020
રાઉફની જશ્નની એક્શનને લઇને કેટલાય દિગ્ગજોએ આપત્તી નોંધાવી છે, ફેન્સ પણ આ ઘટનાને લઇને ખુબ નિરાશ થયા છે.Not sure we need the throat cutting gesture from Harris Rauf everytime he takes a wicket. Clearly a very good bowler but the post wicket antics are over the top. Who’s with me?
— Darryl Brohman (@therealbigmarn) January 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement