PBKS vs MI : પંજાબ કિંગ્સની મુંબઈ ઇન્ડિયન્સ સામે 9 વિકેટે જીત, કેએલ રાહુલની શાનદાર ઈનિંગ
મુંબઈ ઇન્ડિયન્સ સામે ચેન્નઈ ખાતે 132 રનનો પીછો કરતાં 17.4 ઓવરમાં 1 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો છે. લોકેશ રાહુલે 52 બોલમાં નોટઆઉટ 60 રન બનાવ્યા હતા. આ સિવાય ક્રિસ ગેલે નોટાઉટ 43 રનનું યોગદાન આપ્યું હતું.
IPL 2021ની 17મી મેચમાં પંજાબ કિંગ્સની મુંબઈ ઇન્ડિયન્સ સામે 9 વિકેટે જીત થઈ છે. મુંબઈ ઇન્ડિયન્સ સામે ચેન્નઈ ખાતે 132 રનનો પીછો કરતાં 17.4 ઓવરમાં 1 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો છે. લોકેશ રાહુલે 52 બોલમાં નોટઆઉટ 60 રન બનાવ્યા હતા. આ સિવાય ક્રિસ ગેલે નોટાઉટ 43 રનનું યોગદાન આપ્યું હતું.
મુંબઈ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સને જીત માટે 132 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 131 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી કેપ્ટન રોહિત શર્માએ 63 રન બનાવ્યા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવે 33 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ તરફથી મોહમ્મદ શમી અને રવિ બિશ્નોઇએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે દિપક હુડા અને અર્શદીપ સિંહે 1-1 વિકેટ લીધી હતી.
IPL 2021માં આજે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો છે. પંજાબની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબે પોતાની ટીમમાં એક બદલાવ કર્યો છે. મુરુગન અશ્વિનની જગ્યાએ રવિ બિશ્નોઇ રમી રહ્યો છે. જ્યારે મુંબઈએ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.
મુંબઈ પ્લેઈંગ-11: રોહિત શર્મા, કવિન્ટન ડી કોક, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, જયંત યાદવ, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ
પંજાબ પ્લેઈંગ-11: લોકેશ રાહુલ , મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, મોઝેઝ હેનરિક્સ, દિપક હુડા, શાહરુખ ખાન, ફેબિયન એલેન, મોહમ્મદ શમી, રવિ બિશ્નોઇ અને અર્શદીપ સિંહ