Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
ટીમ ઈન્ડિયાએ પીએમ આવાસ પર વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારતીય ખેલાડીઓએ વડાપ્રધાન સાથે વાત પણ કરી હતી.
ભારતીય ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ટીમ ઈન્ડિયાએ પીએમ આવાસ પર વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારતીય ખેલાડીઓએ નાસ્તો કર્યો અને વડાપ્રધાન સાથે વાત પણ કરી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. ભારતીય ખેલાડીઓ અને વડાપ્રધાન મોદી વચ્ચે વાતચીત દરમિયાન ખૂબ જ વાતો સાથે મજાક મસ્તી કરી હતી.
આ મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આપણા ચેમ્પિયન્સ સાથે એક શાનદાર મુલાકાત, વર્લ્ડકપ વિજેતા ટીમની યજમાની કરી અને ટુનામેન્ટ દરમિયાનના તેમના અનુભવો પર એક યાદગાર વાતચીત કરી હતી.
Prime Minister Narendra Modi tweets, "An excellent meeting with our Champions! Hosted the World Cup winning team at 7, LKM and had a memorable conversation on their experiences through the tournament." pic.twitter.com/RpIdQBvsBF
— ANI (@ANI) July 4, 2024
વડાપ્રધાને ચેમ્પિયન ખેલાડીઓ અને ટ્રોફી સાથે તસવીરો પણ ખેંચાવી હતી. આ પછી ભારતીય ખેલાડીઓ બસમાં બેસીને દિલ્હી એરપોર્ટ જવા રવાના થયા હતા. અહીંથી ભારતીય ખેલાડીઓ મુંબઈ જશે. આજે મુંબઈમાં મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ વચ્ચેની વિજય પરેડમાં ભારતીય ખેલાડીઓ પણ ભાગ લેશે.
#WATCH | Indian Cricket team meets Prime Minister Narendra Modi at 7, Lok Kalyan Marg.
— ANI (@ANI) July 4, 2024
Team India arrived at Delhi airport today morning after winning the T20 World Cup in Barbados on 29th June. pic.twitter.com/840otjWkic
વીડિયોની શરૂઆત રોહિત શર્માની ટ્રોફી સાથે એન્ટ્રીથી થાય છે. આ પછી બાકીના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પણ અંદર પહોંચી જાય છે. જેમાં રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી, ઋષભ પંત જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
CHAMPIONS!
— Narendra Modi (@narendramodi) June 29, 2024
Our team brings the T20 World Cup home in STYLE!
We are proud of the Indian Cricket Team.
This match was HISTORIC. 🇮🇳 🏏 🏆 pic.twitter.com/HhaKGwwEDt
T20 વર્લ્ડ કપની ટ્રોફીને કેબિનેટ પર રાખવામાં આવી છે. આ પછી આખી ટીમે ટી-20 વર્લ્ડકપ ટ્રોફીને લઇને વડાપ્રધાન મોદી સાથે તસવીરો ક્લિક કરાવી હતી. રોહિત અને દ્રવિડે વડાપ્રધાનને વર્લ્ડકપની ટ્રોફી સોંપી હતી. જય શાહ અને BCCI પ્રમુખ રોજર બિન્ની પાછળ જોવા મળે છે. આ પછી ભારતીય ખેલાડીઓને મીટિંગ હોલમાં બેસાડવામાં આવે છે. વડાપ્રધાન પોતે વચ્ચે બેસીને ખેલાડીઓ સાથે વાત કરતા જોવા મળે છે. આ દરમિયાન ખેલાડીઓ અને વડાપ્રધાન મોદી હસતા જોવા મળે છે.
Team India arrives at PM Narendra Modi's residence. 🇮🇳pic.twitter.com/RpGT227JlX
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2024
વડાપ્રધાન મોદી યુઝવેન્દ્ર ચહલ તરફ પણ કેટલાક સંકેતો કરે છે. આના પર રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓ જોરથી હસી પડ્યા હતા. વડાપ્રધાન પણ જોર જોરથી હસતા જોવા મળ્યા હતા. ત્યારબાદ એક પછી એક તમામ ખેલાડીઓ વડાપ્રધાન મોદી સાથે તેમના અનુભવો અને તેમની સફર શેર કરતા જોવા મળ્યા. પૂર્વ મુખ્ય કોચ દ્રવિડ પણ વડાપ્રધાનની સામે પોતાના વિચારો રજૂ કરતા જોવા મળ્યા હતા. હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ પણ વડાપ્રધાન સાથે વાત કરતા જોવા મળ્યા હતા.
તેનો વીડિયો પણ સામે આવ્યો છે. ભારતીય ટીમ આજે સવારે દિલ્હી પહોંચી હતી. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું.