શોધખોળ કરો
Advertisement
આઇપીએલમાં આ વખતે ક્રિકેટર તરીકે નહીં રમી શકે આ ખેલાડી, કૉચ તરીકે ટીમ સાથે જોડાશે
ઉલ્લેખનીય છે કે, કોલકત્તા નાઇટરાઇડર્સનો ખેલાડી પ્રવિણ તાંબે આ વખતે નહીં રમે, કેમકે બીસીસીઆઇના નિયમોના કારણે પ્રવિણ તાંબે આઇપીએલ માટે અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યો છે
મુંબઇઃ આઇપીએલ 2020ને લઇને રોમાંચ શરૂ થઇ ચૂક્યો છે, ગણતરીની દિવસો બાદ આઇપીએલની 13મી સિઝન શરૂ થઇ જશે. સમાચાર છે કે આઇપીએલનો સૌથી ઉંમરલાયક ખેલાડી પ્રવિણ તાંબે આ વખતે મેદાનમાં રમતો નહીં દેખાય, પરંતુ એક કૉચ તરીકે ટીમને સેવા આવશે.
ઉલ્લેખનીય છે કે, કોલકત્તા નાઇટરાઇડર્સનો ખેલાડી પ્રવિણ તાંબે આ વખતે નહીં રમે, કેમકે બીસીસીઆઇના નિયમોના કારણે પ્રવિણ તાંબે આઇપીએલ માટે અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યો છે.
પ્રવિણ તાંબેને આઇપીએલ રમવાનો મોકો નહીં મળે, તો બીજીબાજુ તેના માટે એક રાહતના સમચાર આવ્યા છે. પ્રવિણ તાંબે એક કૉચિંગ સ્ટાફના સભ્ય તરીકે કોલકત્તાની ટીમ સાથે જોડાશે. કેકેઆરના સીઇઓ વેન્કી મેસૂરે આ વાતની જાણકારી આપી છે.
ખરેખરમાં પ્રવિણ તાંબેએ વિદેશી ટી20 અને ટી10 લીગમાં ભાગ લીધો હતો. જેના કારણે બીસીસીઆઇએ તેને આઇપીએલ રમવા માટે અયોગ્ય જાહેર કરી દીધી હતો. પ્રવિણ તાંબે આ પહેલા આઇપીએલ 2020ની હરાજીમાં પણ વેચાયો હતો, પણ 2018માં સન્યાસ લીધા બાદ ટી10 લીગમાં ભાગ લેવાના કારણે ભારતીય ક્રિકટ કન્ટ્રૉલ બોર્ડે આઇપીએલમાં તેના રમવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 48 વર્ષના પ્રવિણ તાંબે આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ, ગુજરાત લાયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion