![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Team India: ટીમ ઈન્ડિયાના આ ધાકડ ખેલાડીનું કેરિયર ખતમ! એશિયા કપમાં ન મળી જગ્યા, ક્યારેક સચિન-સહેવાગ સાથે થતી હતી તુલના
Asia Cup 2022: એશિયા કપ 2022 માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી છે, જેને લઈને પસંદગીકારોએ એક ધાકડ ખેલાડીનું દિલ તોડી નાખ્યું છે. પસંદગીકારોએ આ ખેલાડીને એશિયા કપની ટીમમાં સ્થાન આપ્યું નથી.
![Team India: ટીમ ઈન્ડિયાના આ ધાકડ ખેલાડીનું કેરિયર ખતમ! એશિયા કપમાં ન મળી જગ્યા, ક્યારેક સચિન-સહેવાગ સાથે થતી હતી તુલના Prithvi Shaw was not included in the Asia Cup squad Team India: ટીમ ઈન્ડિયાના આ ધાકડ ખેલાડીનું કેરિયર ખતમ! એશિયા કપમાં ન મળી જગ્યા, ક્યારેક સચિન-સહેવાગ સાથે થતી હતી તુલના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/19/41a392371e58f15f6f1f4cdef3bbddd7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Asia Cup 2022: એશિયા કપ 2022 માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી છે, જેને લઈને પસંદગીકારોએ એક ધાકડ ખેલાડીનું દિલ તોડી નાખ્યું છે. પસંદગીકારોએ આ ખેલાડીને એશિયા કપની ટીમમાં સ્થાન આપ્યું નથી. ટીમ ઈન્ડિયાના આ ખેલાડીનું કરિયર મુશ્કેલીમાં ફસાઈ ગયું છે અને તેના માટે ટીમના દરવાજા પણ લગભગ બંધ થઈ ગયા છે.
ટીમ ઈન્ડિયાના આ ઘાતક ખેલાડીની કારકિર્દી લગભગ ખતમ
પસંદગીકારો પૃથ્વી શૉ સાથે સતત અન્યાય કરી રહ્યા છે. પસંદગીકારો પૃથ્વી શૉને દરેક શ્રેણીમાં સતત બહાર રાખતા જોવા મળ્યા છે, જેને જોઈને લાગે છે કે પસંદગીકારોએ પૃથ્વી શૉને દૂધમાંથી માખીની જેમ ફેંકી દીધો છે. પસંદગીકારો દ્વારા સતત અવગણવામાં આવી રહેલ પૃથ્વી શૉ રોહિત શર્મા કરતાં પણ તોફાની બેટિંગમાં નિષ્ણાત છે.
પસંદગીકારો સતત અવગણના કરી રહ્યા છે
પસંદગીકારો પૃથ્વી શૉની સતત અવગણના કરી રહ્યા છે. પૃથ્વી શોની બેટિંગમાં પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની ઝલક જોવા મળે છે. સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગનો કોમ્બો પૃથ્વી શોની બેટિંગની સ્ટાઈલમાં જોવા મળ્યો છે.
ખૂબ જ ખતરનાક બેટ્સમેન છે
સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગ પણ શરૂઆતની ઓવરોથી જ કહેર વર્તાવતા હતા અને ઝડપી રન બનાવતા હતા. તમને જણાવી દઈએ કે ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે પૃથ્વી શોમાં સેહવાગ, સચિન અને લારાની ઝલક છે. 22 વર્ષીય યુવા ઓપનર પૃથ્વી શૉ આક્રમક બેટ્સમેન છે. પૃથ્વી કોઈ પણ ડર વગર ઝડપી રન બનાવે છે. જો પૃથ્વી શૉને વધારે તકો મળે તો તે દુનિયાના કોઈપણ ખૂણે રન બનાવી શકે છે.
ત્રણેય ફોર્મેટમાં પોતાનું સ્થાન ગુમાવ્યું
પૃથ્વી શૉ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી ચૂક્યો છે, પરંતુ હવે ત્રણેય ફોર્મેટમાં તેની જગ્યા છીનવાઈ ગઈ છે. પૃથ્વી શૉએ ભારત માટે 5 ટેસ્ટ મેચમાં 339 રન બનાવ્યા છે. પૃથ્વી શૉએ 6 વનડેમાં 189 રન બનાવ્યા છે. જ્યારે IPLની 63 મેચમાં 1588 રન બનાવ્યા છે. પૃથ્વી શૉએ ટેસ્ટમાં 1 સદી ફટકારી છે. પૃથ્વી શોએ પોતાની પ્રતિભાના જોરે આખી દુનિયામાં ડંકો વગાડ્યો હતો. દરેક પ્રકારના શોટ રમવામાં તે માહેર છે. પૃથ્વી શોને દિલ્હી કેપિટલ્સે આ વર્ષે 7.5 કરોડમાં જાળવી રાખ્યો હતો. પૃથ્વી શો સેહવાગ જેવો શાનદાર ખેલાડી છે.
એશિયા કપ માટે પસંદ થયેલી ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વીસી), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, આર પંત (વિકી), દિનેશ કાર્તિક (વિકી), હાર્દિક પંડ્યા, આર જાડેજા, આર અશ્વિન , યુઝવેન્દ્ર ચહલ, આર બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)