શોધખોળ કરો
IPL 2020: એકપણ મેચ રમ્યા વિનાજ રાતોરાત કરોડપતિ થઇ ગયો આ ક્રિકેટર, જાણો વિગતે
પ્રિયમ ગર્ગની આઇપીએલની બેઝ પ્રાઇસ 20 લાખ હતી, જેને હૈદરાબાદની ટીમે કરોડો રૂપિયામાં ખરીદી લીધો, આ સાથે જ આ ગરીબ પરિવારમાંથી આવતો ક્રિકેટર રાતોરાત કરોડપતિ બની ગયો હતો

કોલકત્તાઃ આઇપીએલ 2020 માટે કોલકત્તામાં ચાલેલી હરાજીમાં 338 ખેલાડીઓ પર બોલી લાગી, પણ વેચાયા માત્ર 68 ખેલાડીઓ. આઇપીએલ હરાજીમાં એક ખાસ વાત એ રહી છે 19 વર્ષીય ક્રિકેટર પ્રિયમ ગર્ગ પર પણ બોલી લાગી અને તેને સનરાઇઝર્સ હૈદરાબાદે 1.9 કરોડ રૂપિયામાં ખરીદ્યો. પ્રિયમ ગર્ગની આઇપીએલની બેઝ પ્રાઇસ 20 લાખ હતી, જેને હૈદરાબાદની ટીમે કરોડો રૂપિયામાં ખરીદી લીધો, આ સાથે જ આ ગરીબ પરિવારમાંથી આવતો ક્રિકેટર રાતોરાત કરોડપતિ બની ગયો હતો. આગામી વર્ષે સાઉથ આફ્રિકામાં રમાનારા અંડર 19 વર્લ્ડકપ માટે પ્રિયમ ગર્ગને ભારતીય યુવા ટીમની કમાન સોંપવામાં પણ આવી છે. ખાસ વાત એ છે કે, પ્રિયમ ગર્ગ અનકેપ્ડ છે, પ્રિયમે કોઇપણ પ્રકારની આઇપીએલ એક આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી છતાં આ બોલી લાગતા તે કરોડપતિ બની ગયો છે.
પ્રિયમ ગર્ગ ઉત્તરપ્રદેશની ટીમમાંથી રમે છે, અને તે યુપીનો છે. તેને ગોવા વિરુદ્ધ રણજી ટ્રૉફી ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. ત્યારબાદ તેને અત્યાર સુધી 12 મેચો રમી છે જેમાં 867 રન બનાવ્યા છે. પ્રિયમે 2 સદી અને 5 અડધીસદી અને એક બેવડી સદી ફટકારી છે. વળી 11 ટી20 મેચોમાં પ્રિયમે 227 રન બનાવ્યા છે.
પ્રિયમ ગર્ગનુ જીવન એકદમ સંઘર્ષથી ભરેલુ રહ્યું, તે એકદમ ગરીબ પરિવારમાંથી આવે છે, તે પાંચ ભાઇ બહેનોમાં સૌથી નાનો છે. બાળપણમાં જ માતાનુ નિધન થતાં પિતાએ મજૂરી કરીને પાલન પોષણ કર્યુ છે. પ્રિયમને ક્રિકેટર બનાવવા માટે તેના પિતાએ ઘરે ઘરે સાયકલ પર દૂધ વેચ્યુ, મજૂરી કરી, સ્કૂલ વાન ચલાવી અને લૉડિંગ વાહન પણ ચલાવ્યુ છે.
પ્રિયમ ગર્ગ ઉત્તરપ્રદેશની ટીમમાંથી રમે છે, અને તે યુપીનો છે. તેને ગોવા વિરુદ્ધ રણજી ટ્રૉફી ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. ત્યારબાદ તેને અત્યાર સુધી 12 મેચો રમી છે જેમાં 867 રન બનાવ્યા છે. પ્રિયમે 2 સદી અને 5 અડધીસદી અને એક બેવડી સદી ફટકારી છે. વળી 11 ટી20 મેચોમાં પ્રિયમે 227 રન બનાવ્યા છે. A small message from 🇮🇳's U-19 captain, Priyam Garg 🧡#IPLAuction #SRH2020Unlocked #OrangeArmy pic.twitter.com/KG2LL1NB4N
— SunRisers Hyderabad (@SunRisers) December 19, 2019
પ્રિયમ ગર્ગનુ જીવન એકદમ સંઘર્ષથી ભરેલુ રહ્યું, તે એકદમ ગરીબ પરિવારમાંથી આવે છે, તે પાંચ ભાઇ બહેનોમાં સૌથી નાનો છે. બાળપણમાં જ માતાનુ નિધન થતાં પિતાએ મજૂરી કરીને પાલન પોષણ કર્યુ છે. પ્રિયમને ક્રિકેટર બનાવવા માટે તેના પિતાએ ઘરે ઘરે સાયકલ પર દૂધ વેચ્યુ, મજૂરી કરી, સ્કૂલ વાન ચલાવી અને લૉડિંગ વાહન પણ ચલાવ્યુ છે.
વધુ વાંચો




















