Pujara 100th Test: ભારતીય ખેલાડીઓએ પુજારાને 100મી ટેસ્ટમાં આપ્યુ Guard Of Honour, BCCIએ શેર કર્યો વીડિયો
પુજારાની 100મી ટેસ્ટ મેચના પ્રસંગે તેની પત્ની અને દીકરી પણ અરુણ જેટલી સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. ગાવસ્કરે પુજારાને ટીમ ઇન્ડિયાની કેપ પહેરાવીને સન્માનિત કર્યો
India vs Australia Cheteshwar Pujara 100th Test Match: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી બીજી ટેસ્ટ દિલ્હીમાં શરૂ થઇ ચૂકી છે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં પહેલી ટેસ્ટ જીતીને 1-0થી લીડ બનાવી ચૂક્યુ છે. આજની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો છે. દિલ્હી ટેસ્ટ ચેતેશ્વર પુજારા માટે એકદમ ખાસ છે. તેની કેરિયરની આ 100મી ટેસ્ટ મેચ છે. આ પ્રસંગે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ પુજારાને 'ગાર્ડ ઓફ ઓનર' આપ્યુ. ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડે આનો વીડિયો શેર કર્યો છે. આ પહેલા સુનિલ ગાવસ્કરે પુજારાને સન્માનિત કર્યો હતો.
પુજારાની 100મી ટેસ્ટ મેચના પ્રસંગે તેની પત્ની અને દીકરી પણ અરુણ જેટલી સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. ગાવસ્કરે પુજારાને ટીમ ઇન્ડિયાની કેપ પહેરાવીને સન્માનિત કર્યો હતો. આ પછી રોહિત શર્માની કેપ્ટનશીપ વાળી ભારતીય ટીમે તેને 'ગાર્ડ ઓફ ઓનર' આપ્યુ. પુજારાનું મેદાન પર સ્વાગત કરવા માટે ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત તાળીઓ લગાવી હતી. બીસીસીઆઇએ આ ખાસ પ્રસંગે તેને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. આઇસીસીએ પણ પુજારા માટે ટ્વીટ કર્યુ છે.
A guard of honour and a warm welcome for @cheteshwar1 on his 1⃣0⃣0⃣th Test 😃👌#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/jZoY1mjctu
— BCCI (@BCCI) February 17, 2023
ઉલ્લેખનીય છે કે, ચેતેશ્વર પુજારા અત્યાર સુધી 99 ટેસ્ટ રમી ચૂક્યો છે, હવે તે દિલ્હીમાં 100મી ટેસ્ટ રમી રહ્યો છે. આ ફોર્મેટમાં તે 7021 રન બનાવી ચૂક્યો છે, પુજારાએ 19 સદી અને 34 ફિફ્ટી ફટકારી છે. તે 3 બેવડી સદીઓ પણ ફટકારી ચૂક્યો છે. ચેતેશ્વર પુજારાનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કૉર 206 રનોનો રહ્યો છે, તે 5 વનડે મેચો પણ રમી ચૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી ગૌતમ ગંભીરનું હૉમ ગ્રાઉન્ડ પર રહ્યુ છે, એટલા માટે ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ પહેલા ઘંટડી વગાડીને મેચની શરૂઆત કરવાનો મોકો ગંભીરને આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિલ્હી ક્રિકેટ સાથે જોડાયેલા અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.
Cheteshwar Pujara, 100th Test Record: 100 ટેસ્ટ મેચ રમનારો પ્રથમ ગુજરાતી ક્રિકેટર બન્યો પુજારા, જાણો ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ રમાનારા ક્રિકેટર્સ
ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડી
- સચિન તેંડુલકર, 200 ટેસ્ટ, 15921 રન
- રાહુલ દ્રવિડ, 163 ટેસ્ટ, 13265 રન
- વીવીએસ લક્ષ્મણ, 134 ટેસ્ટ, 8781 રન
- અનિલ કુંબલે, 132 ટેસ્ટ
- કિપલ દેવ, 131 ટેસ્ટ, 5248 રન
- સુનીલ ગાવસ્કર, 125 ટેસ્ટ, 10,122 રન
- દિલીપ વેંગસરકર, 116 ટેસ્ટ, 6868 રન
- સૌરવ ગાંગુલી, 113 ટેસ્ટ, 7212 રન
- વિરાટ કોહલી, 105 ટેસ્ટ, 8131 રન
- ઈશાંત શર્મા, 105 ટેસ્ટ
- હરભજન સિંહ, 103 ટેસ્ટ
- વિરેન્દ્ર સહેવાગ, 103 ટેસ્ટ, 8503 રન
-
ગુજરાત તરફથી સૌથી વધુ ટેસ્ટ રમનારા ખેલાડી
- ચેતેશ્વર પુજારા, 100 ટેસ્ટ
- ઝહીર ખાન, 92 ટેસ્ટ
- રવિન્દ્ર જાડેજા, 62 ટેસ્ટ
- કિરણ મોરે, 49 ટેસ્ટ
- નયન મોંગિયા, 44 ટેસ્ટ
- રાજેશ ચૌહાણ, 40 ટેસ્ટ
- અંશુમાન ગાયકવાડ, 40 ટેસ્ટ
A special landmark 👌
— BCCI (@BCCI) February 17, 2023
A special cricketer 👍
A special hundred 💯
Congratulations to @cheteshwar1 as he plays his 1⃣0⃣0⃣th Test 👏 👏
Well done 🙌 🙌
Follow the match ▶️ https://t.co/hQpFkyZGW8 #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/c5tXFVuhDI