શોધખોળ કરો

KKR vs PBKS: પંજાબે કોલકતાના ઘરમાં ઘૂસી ધૂળ ચટાડી, T20 ક્રિકેટના ઈતિહાસનો સૌથી મોટો રન ચેઝ કર્યો

KKR vs PBKS Match Report: પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું છે. સેમ કરનની ટીમને 262 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ જોની બેયરસ્ટોની સદી અને શશાંક સિંહની તોફાની ઇનિંગ્સના કારણે તેણે 8 બોલ બાકી રહીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

KKR vs PBKS Match Report: પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવ્યું છે. સેમ કરનની ટીમને 262 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ જોની બેયરસ્ટોની સદી અને શશાંક સિંહની તોફાની ઇનિંગ્સના કારણે તેણે 8 બોલ બાકી રહીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. જોની બેરસ્ટો 48 બોલમાં 108 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. તે જ સમયે શશાંક સિંહે 28 બોલમાં 68 રન બનાવ્યા હતા. આ બેટ્સમેને પોતાની ઇનિંગમાં 2 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. જોની બેરસ્ટો અને શશાંક સિંહ વચ્ચે 84 રનની ભાગીદારી થઈ હતી.

બેયરસ્ટો-શશાંકની શાનદાર શરૂઆત

આ રીતે પંજાબ કિંગ્સે IPLના 17 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો ટાર્ગેટ હાંસલ કર્યો. કોલકાતા નાઈટ રાઈડર્સના 261 રનના જવાબમાં પંજાબ કિંગ્સના ઓપનર પ્રભસિમરન સિંહ અને જોની બેયરસ્ટોએ પ્રથમ 6 ઓવરમાં 93 રન ઉમેરીને તોફાની શરૂઆત અપાવી હતી. જોકે, આ પછી પ્રભસિમરન સિંહ 20 બોલમાં 54 રન બનાવીને રનઆઉટ થયો હતો, પરંતુ જોની બેયરસ્ટો બીજા છેડે મજબૂતીથી બેટિંગ કરી રહ્યો હતો. રિલી રૂસોએ 16 બોલમાં 26 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી જોની બેયરસ્ટોને શશાંક સિંહનો સારો સાથ મળ્યો.

પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને પહોંચી ગઈ છે

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે એકમાત્ર સફળતા સુનિલ નરેનને મળી હતી. તે જ સમયે, આ જીત બાદ પંજાબ કિંગ્સ 9 મેચમાં 8 પોઈન્ટ સાથે આઠમા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ નવમા સ્થાને સરકી ગઈ છે. જો કે, આ હાર છતાં KKR 8 મેચમાં 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

આ પહેલા પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કરને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 6 વિકેટે 261 રન બનાવ્યા હતા. ફિલ સોલ્ટ 37 બોલમાં સૌથી વધુ 75 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. જ્યારે સુનીલ નરેને 32 બોલમાં 71 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ બેટ્સમેને પોતાની તોફાની ઇનિંગમાં 9 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. વેંકટેશ અય્યરે 23 બોલમાં 39 રન બનાવ્યા હતા. જ્યારે કેકેઆરના કેપ્ટન શ્રેયસ અય્યરે 10 બોલમાં 28 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. આ સિવાય સેમ કરન, રાહુલ ચહર અને હર્ષલ પટેલે 1-1 વિકેટ લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
Embed widget