શોધખોળ કરો

ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ

World Cup 2027: આર અશ્વિને આગામી વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરી, જેમાં ભુવનેશ્વર કુમારનું નામ સામેલ રહ્યું. તો બીજી તરફ સંજૂ સેમસન, વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માને સ્થાન ન આપ્યું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પૂર્વ સ્પિનર અશ્વિને 2027 વર્લ્ડ કપ ટીમમાં ભુવનેશ્વર કુમારને સમાવ્યા.
  • શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ, રોહિત અશ્વિનની ટીમમાં સામેલ છે.
  • સંજુ સેમસન જેવા ખેલાડીઓ બહાર, યશસ્વી, જાડેજા 'કદાચ' યાદીમાં.
  • વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે.

R Ashwin Indian Team For World Cup 2027: ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin) આગામી 2027 વનડે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની સ્ક્વોડની પસંદગી કરી, જેમાં સૌથી મોટું આકર્ષણ ભુવનેશ્વર કુમારની વાપસી રહ્યું. 4 વર્ષ પહેલાં ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી મેચ રમનારા ભુવીને અશ્વિને પોતાની મુખ્ય સ્ક્વોડનો હિસ્સો બનાવ્યો.

ઈએસપીએનક્રિકઈન્ફો (ESPNcricinfo) પર વાત કરતી વખતે પૂર્વ ભારતીય સ્પિનરે વિશ્વ કપની ટીમ પસંદ કરી. તેમણે કેટલાક ખેલાડીઓને 'કદાચ' (Probable/Maybe) ની યાદીમાં રાખ્યા. આ ખેલાડીઓને લઈને અશ્વિને તેમના ભવિષ્યના પ્રદર્શનનો તર્ક આપ્યો. તેમનું કહેવું હતું કે આ ખેલાડીઓની પસંદગી ભવિષ્યના પ્રદર્શનના આધારે થશે.

આ પણ વાંચો...Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ

આ મુખ્ય ખેલાડીઓને આપ્યું સ્થાન

અશ્વિને પોતાની ટીમમાં ઘણા મુખ્ય ખેલાડીઓને સ્થાન આપ્યું, જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ સામેલ રહ્યા. આ સિવાય વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન અને ફાસ્ટ બોલર હર્ષિત રાણાની પણ તેમણે પસંદગી કરી.

તેમની ટીમમાં વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા અભિષેક શર્મા, 15 વર્ષના વૈભવ સૂર્યવંશી અને સંજૂ સેમસન જેવા ખેલાડીઓના નામ સામેલ ન રહ્યા. આ ખેલાડીઓ ભારત માટે મુખ્યત્વે T20 ફોર્મેટ રમે છે.

'કદાચ' ની યાદીમાં આ ખેલાડીઓને મળ્યું સ્થાન

પૂર્વ ભારતીય સ્પિનરે પોતાની 'કદાચ' ની યાદીમાં- યશસ્વી જેસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી, નીતિશ કુમાર રેડ્ડી, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ અને ગુરનૂર બ્રારને પસંદ કર્યા.

2027 વર્લ્ડ કપ માટે અશ્વિનની ટીમ ઈન્ડિયા

શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, રોહિત શર્મા, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર.

આ ત્રણ દેશોમાં રમાશે વર્લ્ડ કપ

તમને જણાવી દઈએ કે ICC એ સત્તાવાર રીતે જાહેરાત કરીને જણાવી દીધું છે કે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સહ-મેજબાનીમાં રમાશે. ટૂર્નામેન્ટની તમામ મેચો કુલ 12 વેન્યુ પર રમાશે, જેમાં 8 દક્ષિણ આફ્રિકાના, 3 ઝિમ્બાબ્વેના અને 1 નામિબિયાનો હશે.                                  

Frequently Asked Questions

આર અશ્વિને 2027 વર્લ્ડ કપ માટે પસંદ કરેલી ટીમમાં સૌથી મોટું આકર્ષણ કોણ રહ્યું?

અશ્વિનની ટીમમાં ભુવનેશ્વર કુમારની વાપસી સૌથી મોટું આકર્ષણ હતું. તેણે 4 વર્ષ પહેલા ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ રમી હતી.

આર અશ્વિને 2027 વનડે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની સ્ક્વોડ ક્યાં પસંદ કરી?

પૂર્વ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈએસપીએનક્રિકઈન્ફો (ESPNcricinfo) પર વાત કરતી વખતે આ ટીમ પસંદ કરી. તેમણે કેટલાક ખેલાડીઓને 'કદાચ'ની યાદીમાં પણ રાખ્યા.

2027 વનડે વર્લ્ડ કપ કયા દેશોમાં રમાશે?

ICC એ જાહેરાત કરી છે કે 2027નો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સહ-મેજબાનીમાં રમાશે. ટૂર્નામેન્ટની મેચો કુલ 12 વેન્યુ પર રમાશે.

અશ્વિને 2027 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે કોની પસંદગી કરી?

અશ્વિને 2027 વર્લ્ડ કપ માટે શુભમન ગિલને પોતાની ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે પસંદ કર્યો. તેની ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા અનુભવી ખેલાડીઓ પણ સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Embed widget