R Ashwin Records: વર્ષ 2022માં અશ્વિનનો મોટો રેકોર્ડ, કોહલી-રોહિતને પણ પછાડ્યા
આર અશ્વિન માટે બેટિંગની રીતે આ વર્ષ 2022 એકદમ ખાસ રહ્યું. તેને આ વર્ષમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ જેવા દિગ્ગજોને પછાડીને તેમનાથી પણ વધુ રન બનાવ્યા છે.
R Ashwin Batting Record: ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટમાં બેટિંગ અને બૉલિંગ બન્નેથી તરખાટ મચાવ્યો. અશ્વિને કમાલનુ પ્રદર્શન કરતાં આ મેચમાં 6 વિકેટો અને બીજી ઇનિંગમાં 9મા નંબર પર બેટિંગ કરતા 42 રનોની મેચ જીતાઉ ઇનિંગ રમી નાંખી. અશ્વિનના આ વર્ષના ટેસ્ટ પ્રદર્શનની વાત કરીએ તો, તેને પોતાની બેટિંગથી બધાને ચોંકાવ્યા છે. આનો અંદાજ તમે એ વાત પરથી લાગવી શકો છો કે, તેને વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોને પણ પાછળ પાડી દીધા છે.
અશ્વિન માટે શાનદાર રહ્યું વર્ષ 2022 -
આર અશ્વિન માટે બેટિંગની રીતે આ વર્ષ 2022 એકદમ ખાસ રહ્યું. તેને આ વર્ષમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ જેવા દિગ્ગજોને પછાડીને તેમનાથી પણ વધુ રન બનાવ્યા છે. અશ્વિને આ વર્ષમાં કુલ 6 ટેસ્ટ મેચો રમી છે, આમાં તેને 30.00 ની એવરેજથી 2 ફિફ્ટીની મદદથી 270 રન બનાવ્યા છે. વળી, વિરાટ કોહલીએ પણ આ વર્ષે 6 મેચ રમી છે, અને તેને માત્ર 265 રન બનાવ્યા છે. આર. અશ્વિન ટીમ ઇન્ડિયા માટે સંકટ મોચક બની રહ્યો છે
વળી, ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી આ વર્ષે વિકેટીકીપર બેટ્સમેને ઋષભ પંતે સૌથી વધુ રન બનાવ્યા છે, પંતે આ વર્ષે 7 મેચ રમી છે, તેમાં તેને 2 સદી અને 4 ફિફ્ટી ફટકારી છે, તેને કુલ 680 રન બનાવ્યા છે, આ દરમિયાન તેની એવરેજ 61.81 ની રહી છે.
Ravichandran Ashwinને આઇસલેન્ડ ક્રિકેટે ગણાવ્યો ટેસ્ટ ક્રિકેટને મહાન ઓલરાઉન્ડર, આ બે દિગ્ગજો સાથે કરી કરી સરખામણી
આઇસલેન્ડ ક્રિકેટે પોતાના એક ટ્વીટમાં લખ્યું છે- જ્યારે લોકો સર્વકાલિન મહાન ઓલરાઉન્ડર્સનું લિસ્ટ બનાવે છે, તો તેમાં રવિચંદ્રન અશ્વિનનુ નામ બહુ ઓછુ સામે આવે છે, જ્યારે આ ખેલાડી હેડલી જેવા દિગ્ગજોના રન એવરેજની બરાબર એરવેજથી 3000ની નજીક રન બનાવી ચૂક્યો છે. એ ધ્યાન આપવા જેવી બાબત છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં 5 સદી પણ ફટકારી ચૂક્યો છે. તે 450 ટેસ્ટ વિકેટની પણ નજીક છે, અહીં તેની બૉલિંગ એવરેજ શેન વૉર્નથી પણ બેસ્ટ રહી છે.
આર. અશ્વિનની ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ એવરેજ 27.12 છે. તેની રન એવરેજ ન્યૂઝીલેન્ડના હેડલી (27.2) ની લગભગ બરબર છે. અશ્વિનની બૉલિંગ એવરેજ પણ 24.20 રહી છે, જે ઓસ્ટ્રેલિયાના શેન વૉર્ન (25.40) થી બેસ્ટ રહી છે.
When people compile lists of the greatest Test all-rounders, Ravi Ashwin's name is rarely present. But he has nearly 3,000 runs at almost the same average as Hadlee, with five centuries. Not to mention nearly 450 wickets at a lower average than Warne.
— Iceland Cricket (@icelandcricket) December 15, 2022