શોધખોળ કરો
Advertisement
બાકીની બન્ને ટેસ્ટ મેચોમાં રોહિત શર્મા રમશે કે નહીં? ખુદ કેપ્ટને કર્યો મોટો ખુલાસો, જાણો વિગતે
પ્રથમ બે ટેસ્ટ ના રમી શકનારો રોહિત શર્માની સિડની ટેસ્ટમાં વાપસી થશે, આ સાથે જ ટીમ વધુ મજબૂત બની જશે
નવ દિલ્હીઃ ટીમ ઇન્ડિયા મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટથી હરાવીને ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં બરાબરી પર આવી ગઇ છે. હવે બાકીની મેચોમી જીત સાથે લીડ મેળવવા ટીમ ઇન્ડિયા પોતાના સ્ટાર ઓપનર રોહિત શર્માને ઉતારશે કે નહીં? આ સવાલ દરેકના મનમાં છે. હવે આ સવાલનો જવાબ ખુદ કેપ્ટન અજિંક્યે રહાણેએ આપ્યો છે.
ટીમ ઇન્ડિયાના કેપ્ટી રહાણેએ બૉક્સિંગ ડે ટેસ્ટ બાદ રોહિત શર્માને લઇને અપડેટ આપ્યુ છે. રહાણેએ કહ્યું કે, રોહિત શર્મા ટીમ સાથે જોડાવવા માટે પુરેપુરો તૈયાર છે. રોહિત શર્મા સિડની ટેસ્ટમાં રમશે, મારી કાલે જ રોહિત સાથે વાત થઇ છે.
પ્રથમ બે ટેસ્ટ ના રમી શકનારો રોહિત શર્માની સિડની ટેસ્ટમાં વાપસી થશે, આ સાથે જ ટીમ વધુ મજબૂત બની જશે.
રોહિત શર્મા 16 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા પહોંચ્યો હતો, અને હાલ તે ક્વૉરન્ટાઇનમાં છે. રોહિત શર્માનો ક્વૉરન્ટાઇન પીરિયડ 30 ડિસેમ્બરથી પુરો થઇ જાય છે, અને પછી તે બાયૉ બબલમાં ટીમ ઇન્ડિયાના કેમ્પ સાથે જોડાઇ જશે.
(પ્રતિકાત્મક તસવીર)
ખાસ વાત છે કે રોહિતની વાપસીથી ટીમ ઇન્ડિયામાંથી મયંક અગ્રવાલ કે હનુમા વિહારી બન્નેમાંથી એકની છુટ્ટી થઇ શકે છે. રોહિતની જગ્યાએ ટીમમાં પૃથ્વી શૉને સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ પૃથ્વીનુ ફોર્મ ચિંતાજનક રહેતા તેની જગ્યાએ શુભમન ગીલને મોકો આપવામાં આવ્યો હતો. જોકે, બૉક્સિંગ ડે ટેસ્ટમાં શુભમન ગીલે બન્ને ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion