Rahul Dravid PC: ટેસ્ટ મેચમાંથી બહાર નથી થયો રોહિત શર્મા, કોચ દ્રવિડનું કેપ્ટન અંગે મોટું નિવેદન
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા હજી સુધી ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચમાંથી બહાર નથી થયો. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે આ વાતની પુષ્ટિ કરી છે.
Rahul Dravid On Rohit Sharma: ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા હજી સુધી ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચમાંથી બહાર નથી થયો. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે આ વાતની પુષ્ટિ કરી છે.
દ્રવિડે સમાચારને ફગાવ્યાઃ
આ પહેલાં ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, એજબેસ્ટન ખાતે રમાનાર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાંથી રોહિત શર્મા બહહાર થઈ ગયો છે અને રોહિતની જગ્યાએ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને કેપ્ટન બનાવામાં આવ્યો છે. પરંતુ હેડ કોચ રાહુલ દ્રવિડે આ બધા સમાચારને ફગાવી દીધા છે.
ટેસ્ટ મેચ માટે હજી સમય છે:
રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, "રોહિત શર્મા અમારી મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. તે હજી ટેસ્ટ મેચમાંથી બહાર નથી થયો. રોહિતનો આરટીપીસીઆર ટેસ્ટ આજે થશે અને પછી ફરીથી એક આરીટીપીસીઆર ટેસ્ટ થશે. અમારી પાસે ટેસ્ટ મેચ માટે 36 કલાક છે. હજી પણ સમય છે." દ્રવિડે આ સાથે સ્પષ્ટ કરી દીધું છે કે, જો રોહિત શર્માની તબિયત બરાબર હશે અને કોરોના ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવશે તો રોહિત ટેસ્ટ મેચ રમી શકે છે.
રોહિતને કોરોના હતોઃ
તમને જણાવી દઈએ કે રોહિત શર્મા કોવિડ 19 પોઝિટિવ છે અને હાલમાં આઈસોલેશનમાં છે. ટીમ ઈન્ડિયાએ આજે એજબેસ્ટન ખાતે પ્રેક્ટિસ શરૂ કરી હતી, પરંતુ કેપ્ટન રોહિતે તેમાં ભાગ લીધો ન હતો. આ ટેસ્ટ વર્ષ 2021 માં કોરોના વાયરસને કારણે રદ કરવામાં આવી હતી. હાલમાં ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. પરંતુ તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની ક્લીન સ્વીપ બાદ ઈંગ્લેન્ડનો ઉત્સાહ ઉંચો છે.
આ પણ વાંચોઃ