Reliance Retail: પુત્રીને રિટેલ કારોબાર સોંપી શકે છે મુકેશ અંબાણી, ઈશા અંબાણી બની શકે છે રિલાયન્સ રિટેલની ચેરપર્સન
Reliance Retail: ઈશા અંબાણીને રિલાયન્સ રિટેલની ચેરપર્સન બનાવવાની જાહેરાત આગામી એકથી બે દિવસમાં થઈ શકે છે.
Reliance Retail: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોની જવાબદારી તેમના મોટા પુત્ર આકાશ અંબાણીને સોંપી છે. હવે તે પોતાના રિટેલ બિઝનેસની જવાબદારી પુત્રી ઈશા અંબાણીને સોંપવાની તૈયારી કરી રહ્યા છે. ઈશા અંબાણીને રિલાયન્સ રિટેલની ચેરપર્સન બનાવવામાં આવી શકે છે. રિલાયન્સ રિટેલની બોર્ડ મીટિંગમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે તેમ માનવામાં આવે છે. રિલાયન્સ ગ્રૂપના રિટેલ બિઝનેસને ઈશા અંબાણીને સોંપવાની તૈયારીઓ પરથી એક સંકેત સ્પષ્ટ છે કે મુકેશ અંબાણીએ તેમના તમામ બિઝનેસના ઉત્તરાધિકારની યોજનાઓ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે.
ઈશા પાસે રિટેલ બિઝનેસની છે જવાબદારી
ઈશા અંબાણીને રિલાયન્સ રિટેલની ચેરપર્સન બનાવવાની જાહેરાત આગામી એકથી બે દિવસમાં થઈ શકે છે. હાલ તેઓ રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડમાં ડાયરેક્ટર છે અને રિટેલ કારોબારના વિસ્તરણની જવાબદારી સંભાળી રહ્યા છે.
ઈશા અને આકાશ જોડિયા ભાઈ-બહેન છે
ઈશા અંબાણી 30 વર્ષની છે અને તેણે પોતાનું ઉચ્ચ શિક્ષણ યેલ યુનિવર્સિટીમાંથી કર્યું છે.ઈશા અંબાણી અને આકાશ અંબાણી બંને જોડિયા ભાઈ-બહેન છે. મંગળવારે આકાશ અંબાણીને રિલાયન્સ ગ્રુપના ટેલિકોમ બિઝનેસની જવાબદારી સોંપવામાં આવી હતી. મંગળવાર, 27 જૂન, 2022 ના રોજ, આકાશ અંબાણીની દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. 27 જૂને રિલાયન્સ જિયોના બોર્ડની બેઠક મળી હતી અને આ બેઠકમાં બોર્ડે આકાશ અંબાણીને કંપનીના ચેરમેન બનાવવાની મંજૂરી આપી હતી.
કેટલી છે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ
રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ વેલ્યુ 217 અબજ ડોલરથી વધુ છે.
આ પણ વાંચોઃ
Gold Silver Price: સોનું થયું સસ્તું, આ બજારમાં 1000 રૂપિયાનો થયો ઘટાડો, જાણો આજે શું છે ભાવ