Ranji Trophy 2022 final: પ્રથમ દિવસના અંતે મુંબઇએ પાંચ વિકેટ ગુમાવી ફટકાર્યા 248 રન, જયસ્વાલના 78 રન
રણજી ટ્રોફી 2022ની ફાઈનલ મેચ મુંબઈ અને મધ્ય પ્રદેશ વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે
Ranji Trophy Final, Madhya Pradesh vs Mumbai: રણજી ટ્રોફી 2022ની ફાઈનલ મેચ મુંબઈ અને મધ્ય પ્રદેશ વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ પ્રથમ દિવસની રમતના અંતે પાંચ વિકેટે 248 રન બનાવ્યા હતા.
That's Stumps on Day 1 of the @Paytm #RanjiTrophy #Final. #MPvMUM
— BCCI Domestic (@BCCIdomestic) June 22, 2022
Madhya Pradesh scalped 5⃣ wickets on the opening Day as Mumbai scored 248 runs.
We will be back for Day 2 action from Bengaluru tomorrow.
Scorecard ▶️ https://t.co/xwAZ13D0nP pic.twitter.com/134DA1o2vy
મુંબઈ તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 78 રન ફટકાર્યા છે. આ સાથે જ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન ફટકારનાર સરફરાઝે પણ શાનદાર ફોર્મ જાળવી રાખ્યું છે અને તે દિવસના અંતે 40 રન પર અણનમ પરત ફર્યો હતો. ઉપરાંત મધ્યપ્રદેશ તરફથી અનુભવ અગ્રવાલ અને દર્શન જૈને બે-બે વિકેટ લીધી હતી. બીજી તરફ કુમાર કાર્તિકેયને સફળતા મળી હતી.
રણજી ટ્રોફી ફાઈનલના પ્રથમ દિવસમાં પ્રથમ સત્ર મુંબઇ માટે સારુ રહ્યું હતું. જ્યારે બીજા સત્રમાં મધ્યપ્રદેશે સારુ પ્રદર્શન કર્યું હતું. મધ્યપ્રદેશે બીજા સત્રમાં ત્રણ વિકેટ સાથે વળતો પ્રહાર કર્યો હતો અને ટી બ્રેક સુધીમાં 64 ઓવરમાં મુંબઇની ચાર વિકેટ ઝડપી લીધી હતી.
મુંબઈ તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 78 રન બનાવ્યા હતા. લંચ પછી 103 રન પર એક વિકેટના નુકસાનથી મુંબઈએ રમવાનું શરૂ કર્યું અને તરત જ તેની બીજી વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે અરમાન જાફર કુમાર કાર્તિકેય સિંહ દ્વારા ધીમી બોલ પર કેચ આઉટ થયો. જયસ્વાલે સિંગલ થ્રુ મિડ-વિકેટ સાથે પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તે જ સમયે સુવેદ પારકર (18) પણ સરાંશ જૈનનો શિકાર બન્યો હતો.
દરમિયાન જયસ્વાલે ગૌરવ યાદવની એક ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. જયસ્વાલ (78) અનુભવ અગ્રવાલના બોલ પર ખરાબ શોટ રમીને આઉટ થયો હતો.