શોધખોળ કરો
આઇપીએલમાં રાશિદ ખાનનો કમાલ, બૉલિંગ પરફોર્મન્સને લઇને આ ખાસ ક્લબમાં પહોંચ્યો
રાશિદ ખાન એક સિઝનમાં 6થી ઓછી ઇકૉનોમી રેટથી 20 વિકેટ ઝડપનારા બૉલરના ક્લબમાં સામેલ થઇ ગયો છે. રાશિદ ખાને 13મી સિઝનમાં 16 મેચ રમતા 5.37ની ઇકોનૉમી રેટથી રન આપ્યા છે, અને તે 20 વિેકેટ ઝડપવામાં સફળ રહ્યો છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સફર સમાપ્ત થઇ ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે દિલ્હી કેપિટલિસના હાથે ક્વૉલિફાયર મેચમાં 17 રને હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદ માટે ક્વૉલિફાયર સુધી પહોંચવાનો સફર આસાન નથી રહ્યો, રાશિદ ખાને પોતાની બૉલિંગના દમ પર આને આસાન કરી દીધો હતો. રાશિદ ખાને આ સિઝનમાં કમાલનુ પ્રદર્શન કરીને એકદમ ખા ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. રાશિદ ખાન એક સિઝનમાં 6થી ઓછી ઇકૉનોમી રેટથી 20 વિકેટ ઝડપનારા બૉલરના ક્લબમાં સામેલ થઇ ગયો છે. રાશિદ ખાને 13મી સિઝનમાં 16 મેચ રમતા 5.37ની ઇકોનૉમી રેટથી રન આપ્યા છે, અને તે 20 વિેકેટ ઝડપવામાં સફળ રહ્યો છે. એક સિઝનમા 20 કે તેથી વધુ વિકેટ ઝડપનારા બૉલરોમાં રાશિદ ખાનની ઇકોનૉમી સૌથી ઓછી છે. મલિંગા છે સૌથી આગળ આઇપીએલના ઇતિહાસમાં સૌથી સફળ બૉલરમા એક લસિથ મલિંગાનુ નામ ટૉપ પર છે. મલિંગાએ સૌથી ઓછી ઇકોનોમી રેટની સાથે સૌથી વધુ વિકેટ ઝડપનારો બૉલર છે. 2011માં મલિંગાએ બેસ્ટ બૉલિંગ કરતા માત્ર 5.95ની ઇકોનોમી રેટની સાથે 28 વિકેટ ઝડપી હતી.
વધુ વાંચો




















