શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાંથી રોહિત શર્માને ટીમમાંથી બહાર કરવાનુ રવિ શાસ્ત્રીએ શું આપ્યુ કારણ, જાણો વિગતે
ટીમ ઇન્ડિયાના કૉચે કહ્યું- રોહિત શર્માની ઇજા પર બીસીસીઆઇની મેડિકલ ટીમને નજર છે. અમે તેમાં સામેલ નથી. તેમને પસંદગીકારોને એક રિપોર્ટ સોંપી છે, અને તે કામને સારી રીતે જોઇ રહ્યાં છે
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રોહિત શર્માનુ સિલેક્શન ના કરવાને લઇને થયેલા વિવાદ પર હવે કૉચ રવિ શાસ્ત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે. સોશ્યલ મીડિયા પર નિશાને ચઢેલા ટીમ ઇન્ડિયાના કૉચે હવે આઇપીએલમાં રમી રહેલા અને ટીમ ઇન્ડિયામાં સિલેક્શન ના થનારા રોહિત શર્મા અંગે ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે, તેમને કહેવુ છે કે રોહિત શર્માના ફાયદા માટે આ પગલુ ભરવામાં આવ્યુ છે.
રવિ શાસ્ત્રીએ રોહિત શર્માની વાપસી કરવા માટે તેને ઉતાવળ ના કરવાની સલાહ આપી છે. શાસ્ત્રીનુ કહેવુ છે કે રોહિત શર્માના મેડિકલ રિપોર્ટમાં તેના ઇજા થવાના ખતરો બતાવવામાં આવ્યો છે. શાસ્ત્રીએ કહ્યું કે, રોહિતને ટીમમાં સામેલ ના કરવાનો ફેંસલો સિલેક્ટર્સ તેનો મેડિકલ રિપોર્ટ જોયા બાદ લીધો છે.
ટીમ ઇન્ડિયાના કૉચે કહ્યું- રોહિત શર્માની ઇજા પર બીસીસીઆઇની મેડિકલ ટીમને નજર છે. અમે તેમાં સામેલ નથી. તેમને પસંદગીકારોને એક રિપોર્ટ સોંપી છે, અને તે કામને સારી રીતે જોઇ રહ્યાં છે.
રોહિત શર્માની પસંદગીમા રવિ શાસ્ત્રીએ પોતાની પ્રતક્રિયામાં પોતાની કોઇ ભૂમિકાનો ઇનકાર કરી દીધો છે. શાસ્ત્રીએ કહ્યું- આ મામલામાં મારી કોઇ ભૂમિકા નથી, ના હુ પસંદગી ટીમનો ભાગ છુ, હું એ જાણુ છે કે તેના મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તેના ફરીથી ઇજા થવાનો ખતરો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion