શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
KKR સામેની મેચમાં રવિન્દ્ર જાડેજાએ બાઉન્ડ્રી પર ડાઈવ લગાવીને કર્યો એવો અફલાતૂન કેચ કે દંગ થઈ જશો
રવિન્દ્ર જાડેજાએ આઇપીએલમાં અત્યાર સુધી 65 કેચ પકડ્યા છે. જાડેજા બેસ્ટ ફિલ્ડરના લિસ્ટમાં સામેલ થનારો બેસ્ટ ભારતીય ખેલાડી છે
મુંબઇઃ આઇપીએલની 13 સિઝનની 21મી મેચ સીએસકે અને કેકેઆર વચ્ચે રમાઇ, રોમાંચક મેચમાં કેકેઆરે સીએસકેને 10 રનોથી હાર આપી હતી. પરંતુ મેચમાં કેટલીક એવી ઘટના બની જેને જોઇને ફેન્સ દંગ રહી ગયા, જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાર ફિલ્ડર રવિન્દ્ર જાડેજાનો બાઉન્ડ્રી પરનો કેચ સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો હતો. આનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.
રવિન્દ્ર જાડેજાએ ફરી એકવાર સાબિત કરી દીધુ કે તે આજે પણ એક બેસ્ટ ફિલ્ડર છે. ખરેખરમાં, મેચ દરમિયાન સીએસકેના સ્પિનર કર્ણ શર્માના એક બૉલ પર કોલકત્તાના બેટ્સમેન સુનિલ નારાયણે જબરદસ્ત શૉટ ફટકાર્યો હતો, બૉલ સીધો બાઉન્ડ્રી લાઇનની પાર જઇ રહ્યો હતો, ત્યારે જાડેજાએ એક હવામાં ડાઇવ લગાવી અને કેપ પકડી લીધો, જોકે, જાડેજા જમીન પર પડી ગયો અને બાઉન્ડ્રી લાઇન તરફ લપસી રહ્યો હતો. તો તેને ચાલાકીથી બૉલને પાસે ઉભા રહેલા ફાક ડૂ પ્લેસીસને કેચ આપી દીધો હતો. આ રીતે સુનિલ નારાયણના કેચને પકડવા માટે ઉમદા ફિલ્ડીંગ કરીને બતાવી હતી.
જોકે, સુનિલ નારાયણના આઉટ થવા પાછળ અને કેચ માટે ભલે ફાક ડુ પ્લેસીસનુ નામ આવશે, પરંતુ જાડેજાની કોશિશની લોકો સોશ્યલ મીડિયા પ્રસંશા કરી રહ્યાં છે. જાડેજાના આ સુપરમેન કેચને જોઇને સુનિલ નારાયણ પણ થોડાક સમય દંગ થઇ ગયો હતો.
રવિન્દ્ર જાડેજાએ આઇપીએલમાં અત્યાર સુધી 65 કેચ પકડ્યા છે. જાડેજા બેસ્ટ ફિલ્ડરના લિસ્ટમાં સામેલ થનારો બેસ્ટ ભારતીય ખેલાડી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion