શોધખોળ કરો
IND vs ENG: અક્ષર પટેલના શાનદાર પ્રદર્શન બાદ શું હવે રવિન્દ્ર જાડેજાની વાપસી થશે મુશ્કેલ ?
ઈંગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટ સીરિઝમાં અક્ષર પટેલે ડેબ્યું કર્યું હતું. માત્ર ત્રણ ટેસ્ટ મેચમાં જ અક્ષરે 27 વિકેટ ઝડપીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. અક્ષર પટેલે જે રીતે ઐતિહાસિક પ્રદર્શ કર્યું છે. તેનાથી ચોક્કસપણે ટીમ મેનેજમેન્ટ માટે એ પડકાર રહેશે કે ટીમમાં કોને રાખવા ને કોઈન બહાર કરવું.

અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. વોશિંગટન સુંદર અને અક્ષર પટેલ આ સીરિઝમાં હીરો બનીને સામે આવ્યા છે. એવામાં ફેન્સના મનમાં સવાલ એ છે કે, સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાની ટીમ ઈન્ડિયાના વાપસી કેટલી મુશ્કેલ છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટ સીરિઝમાં અક્ષર પટેલે ડેબ્યું કર્યું હતું. માત્ર ત્રણ ટેસ્ટ મેચમાં જ અક્ષરે 27 વિકેટ ઝડપીને એક વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. જ્યારે વોશિંગટન સુંદરે બોલર તરીકે વધારે તક નથી પણ બેટિંગમાં તેણે લગભગ 100ની એવરેજથી રન બનાવ્યા હતા. ચોથી ટેસ્ટ મેચમની અંતિમ ઈનિંગમાં સુંદેર 96 રન બનાવ્યા હતા. તેની સદી પૂરી ન થવાનો અફસોસ ફેન્સથી લઈ ખેલાડીઓ સુધી હતો. અક્ષર પટેલે ડેબ્યૂ સીરિઝમાં 27 વિકેટ ઝડપી હતી. તેની સાથે જ અજંતા મેન્ડિસને પછાડી દીધો છે. મેન્ડિસે વર્ષ 2008માં ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં 26 વિકેટ લીધી હતી. જ્યારે વર્ષ 1946માં એલેક બેડસરે ત્રણ ટેસ્ટ મેચમાં 24 વિકેટ લીધી હતી. અશ્વિને વર્ષ 2011-12માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચોમાં 22 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયામાં ભારતના તમામ દિગ્ગજ ખેલાડીઓ એકબાદ એક ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને ટીમમાંથી બહાર થઈ ગયા હતા. એવામાં મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ટી નટરાજન અને વોશિંગટન સુંદર જેવા ખેલાડીઓએ ભારતે જીત અપાવા મહત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે પંતે પણ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અક્ષર પટેલે જે રીતે ઐતિહાસિક પ્રદર્શ કર્યું છે. તેનાથી ચોક્કસપણે ટીમ મેનેજમેન્ટ માટે એ પડકાર રહેશે કે ટીમમાં કોને રાખવા ને કોઈન બહાર કરવું. કોહલીએ મેચ બાદ કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયાનું બેન્ચ સ્ટ્રેન્થ દુનિયાનું સર્વશ્રેષ્ઠ છે. અમારા ખેલાડીઓ મોટા મંચ પર પ્રદર્શન કરવા તૈયાર છે. જે રીતે યુવા ખેલાડીઓએ મહત્વના અવસરે જવાબદારી સંભાળતા ટીમને જીત સુધી પહોંચાડી તે ખૂબજ સંતોષ આપનારી છે. જે દર્શાવે છે કે, આગલી પેઢી યોગ્ય સમયે પોતાની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.
વધુ વાંચો




















