શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જાડેજાના ‘રોકેટ થ્રો’ને કારણે આઉટ થયો સ્મિથ, Twitter પર છવાયો રન આઉટનો આ Video
રવીન્દ્ર જાડેજાની ઘાતક બોલિંગથી ઓસ્ટ્રેલિયા મોટો સ્કોર બનાવી શકી ન હતી અને પ્રથમ ઇનિંગમાં 338 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.
સિડની ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં એક સમયે ઓસ્ટરેલિયાએ ભારત પર મજબૂત પકડ બનાવી હતી, પરંતુ રવીન્દ્ર જાડેજાએ પોતાના ધમાકેદાર પ્રદર્શનથી બધાનું દિલ જીતી લીધું.
રવીન્દ્ર જાડેજાએ પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની કમર તોડી નાખી હતી. તેણે 18 ઓવરમાં 62 રન આપીને ચાર વિકેટ પોતાના નામે કરી હતી.
રવીન્દ્ર જાડેજાની ઘાતક બોલિંગથી ઓસ્ટ્રેલિયા મોટો સ્કોર બનાવી શકી ન હતી અને પ્રથમ ઇનિંગમાં 338 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી.
પરંતુ જેને લઈને સૌથી વધારે ચર્ચા થઈ રહી છે તે છે જાડેજા દ્વારા સ્મિથને ‘રોકેટ થ્રો’ પર કરવામાં આવેલ રન આઉટ.
રવીન્દ્ર જાડેજાએ સ્ટીવ સ્મિથને પોતાની બુલેટની ગતિ જેવા થ્રોથી રન આઉટ કર્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
જાડેજાએ પોતાના શાનદાર ડાયરેક્ટર થ્રો પર સ્મિથને 131 રનના સ્કોર પર આઉટ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયાની ઇનિંગની 106મી ઓવરમાં જસપ્રીત બુમરાહના એક બોલ સ્મિથના બેટના કીનારે લાગતા ડીપ સ્ક્વેર લેગ પર ગઈ, ત્યાર બાદ સ્ટીવ સ્મિથ રન લેવા દોડ્યો અને રન આઉટ થયો. જાડેજા દોડતો આવ્યો અને બોલને એક જ હાથે ઉપાડીને સીધા જ સ્ટમ્પ પર બુલેટની ગતિથી થ્રો કર્યો. જાડોજાના આ શાનદાર રન આઉટની સાથે જ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ 338 રન પર સમેટાઈ ગઈ. સ્મિથે 226 બોલમાં 131 રન બનાવ્યા. પોતાની ઇનિંગમાં તેણે 16 ચોગ્ગા ફટકાર્યા.Cheete ki chaal, baaz ki nazar aur @imjadeja ke throw par sandeh nahi karte 😉 #AUSvIND #Jadeja pic.twitter.com/a7ejKmuAfN
— Jadav Jashavantsinh (@jpjadav25) January 8, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
આરોગ્ય
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion