RCB vs CSK: બેંગલુરુએ ચેન્નાઈને 219 રનનો ટાર્ગેટ આપ્યો, ફાફ ડુ પ્લેસીસની ફિફ્ટી
RCB vs CSK Live: કરો યા મરો મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 4 વિકેટે 218 રન બનાવ્યા હતા. હવે RCBને પ્લેઓફમાં પહોંચવા માટે ચેન્નાઈને 200 રનની અંદર જ સીમિત કરવું પડશે.
RCB vs CSK Live: કરો યા મરો મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 4 વિકેટે 218 રન બનાવ્યા હતા. હવે RCBને પ્લેઓફમાં પહોંચવા માટે ચેન્નાઈને 200 રનની અંદર જ સીમિત કરવું પડશે. આરસીબી માટે વિરાટ કોહલીએ 29 બોલમાં 47 રન, ફાફ ડુ પ્લેસીસે 39 બોલમાં 54 રન, રજત પાટીદારે 23 બોલમાં 41 રન અને કેમેરોન ગ્રીને 17 બોલમાં અણનમ 38 રન બનાવ્યા હતા. મિશેલ સેન્ટનર સિવાય ચેન્નાઈના દરેક બોલર ખરાબ રીતે પીટાઈ ગયા હતા.
Innings Break!#RCB set a 🎯 of 2️⃣1️⃣9️⃣ for #CSK
Don't go anywhere folks! This could be a tournament-defining chase 🔥🔥
Scorecard ▶️ https://t.co/7RQR7B2jpC #TATAIPL | #RCBvCSK pic.twitter.com/2Mb7wKsOxs — IndianPremierLeague (@IPL) May 18, 2024
ઇનિંગ્સમાં ચોગ્ગા છગ્ગા ઉપરાંત વરસાદ પણ જોવા મળ્યો હતો. હવે બેંગલુરુએ પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે ચેન્નાઈને 200 રન સુધી મર્યાદિત રાખવું પડશે. જો ચેન્નાઈ 18થી ઓછા રનથી હારી જશે તો હાર છતાં તે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે.
મેચમાં ચેન્નાઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવતા, બેંગલુરુ 3 ઓવર રમીને બોર્ડ પર માત્ર 31 રન બનાવી શક્યું હતું જ્યારે વરસાદે દરમિયાનગીરી કરી હતી અને મેચ થોડો સમય માટે બંધ થઈ ગઈ હતી. વરસાદ બાદ મેચ ફરી શરૂ થઈ ત્યારે રુતુરાજ ગાયકવાડે સ્પિનરોને બેંગલુરુના બેટ્સમેનો પર આક્રમણ કરાવ્યું હતું. વરસાદ બાદ પ્રથમ 4-5 ઓવરમાં સારો ટર્ન જોવા મળ્યો હતો. પરંતુ ત્યાર પછી આરસીબીના બેટ્સમેનોએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું. બેંગલુરુ માટે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે સૌથી મોટી ઇનિંગ રમી, તેણે 39 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા. આ દરમિયાન ચેન્નાઈ તરફથી શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.
An inventive and explosive finish from @RCBTweets add belief for the home side!
— IndianPremierLeague (@IPL) May 18, 2024
Dinesh Karthik 🤝 Glenn Maxwell
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #RCBvCSK pic.twitter.com/WUXZZmIk3x
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઇંગ-11
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, કેમરૂન ગ્રીન, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), કર્ણ શર્મા, યશ દયાલ, લોકી ફર્ગ્યુસન અને મોહમ્મદ સિરાજ.
ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઇંગ-11
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવીન્દ્ર, ડેરીલ મિચેલ, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), મિચેલ સેન્ટનર, શાર્દૂલ ઠાકુર, તુષાર દેશપાંડે, સિમરજીત સિંહ, મહિશ થિક્સાના.