Rishabh Pant, IPL 2024 Fine: ઋષભ પંતને લાખોનું નુકસાન, BCCIએ દિલ્હી કેપિટલ્સને ફટકાર્યો દંડ
Rishabh Pant, IPL 2024 Fine: બીસીસીઆઈએ આઈપીએલ આચાર સંહિતા હેઠળ તેને દંડ પણ ફટકાર્યો છે
Rishabh Pant Slow over rate Fine 24 Lakh: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024માં 4 માંથી 3 મેચ હાર્યા બાદ દિલ્હી કેપિટલ્સ ટીમ હવે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને પહોંચી ગઈ છે. 3 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં ઋષભ પંતની કેપ્ટનશીપવાળી દિલ્હીને 106 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
Excellence On Display 😎
— IndianPremierLeague (@IPL) April 3, 2024
Sunil Narine wins the Player of the Match award for his explosive innings 🏆
Scorecard ▶️ https://t.co/SUY68b95dG #TATAIPL | #DCvKKR pic.twitter.com/Xx0NncbcTg
મેચ હાર્યા બાદ આઈપીએલમાં દિલ્હીની હાલત ખરાબ છે એટલું જ નહીં, બીસીસીઆઈએ આઈપીએલ આચાર સંહિતા હેઠળ તેને દંડ પણ ફટકાર્યો છે. IPLની આ સીઝનમાં સતત બીજી વખત પંત અને દિલ્હી કેપિટલ્સને સ્લો ઓવર રેટના કારણે મોટું નુકસાન થયું છે.
પંતને 24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવનના ખેલાડીઓને (6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકા બેમાંથી જે ઓછું હોય તે) દંડ ફટકારવામાં આવ્યો હતો. BCCIએ IPLમાં સતત બીજી વખત સ્લો ઓવર રેટ રાખવા બદલ દોષિત ઠર્યા બાદ કેપ્ટન પંત અને દિલ્હી કેપિટલ્સની સમગ્ર ટીમને સજા ફટકારી હતી. પંતે બીજી વખત IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. આ પહેલા ચેન્નઈ સામેની મેચમાં સ્લો ઓવર રેટના કારણે પંતને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
બીસીસીઆઈએ આ અંગે એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે IPL 2024ની મેચ દરમિયાન દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત અને તેની ટીમને સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. દિલ્હીની ટીમ નિર્ધારિત સમય કરતાં ત્રણ ઓવર પાછળ હતી. આ કારણે પંતને સર્કલની અંદર એક ફિલ્ડરને પણ બોલાવવો પડ્યો હતો.
આ મેચમાં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી દિલ્હી કેપિટલ્સ (DC)ને 106 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું.