(Source: ECI/ABP News/ABP Majha)
Delhi Capitals Playing 11: ઋષભ પંતની એન્ટ્રીથી મજબૂત થઈ ટીમ, જાણો કેવી હશે દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
IPL 2024, Delhi Capitals Playing 11: ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનનું બ્યુગલ વાગી ગયું છે. IPL 2024 22 માર્ચથી શરૂ થવાની છે. જો કે, દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીને કારણે માત્ર 21 મેચોના જ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.
IPL 2024, Delhi Capitals Playing 11: ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનનું બ્યુગલ વાગી ગયું છે. IPL 2024 22 માર્ચથી શરૂ થવાની છે. જો કે, દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીને કારણે માત્ર 21 મેચોના જ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સ પણ દિલ્હીમાં તેની હોમ મેચ રમશે નહીં. IPL 2024 માં, દિલ્હી કેપિટલ્સ ટીમ તેની પ્રથમ મેચ 23 માર્ચે પંજાબ કિંગ્સ સામે રમશે. જાણો આ મેચમાં દિલ્હીની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
𝐁𝐄𝐒𝐓 wishes, 𝐟𝐭. 𝐑𝐏² 🫶 #YehHaiNayiDilli #DCvRCB #WPL2024 #TATAWPLFinal pic.twitter.com/BgKLRwXG5T
— Delhi Capitals (@DelhiCapitals) March 16, 2024
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ સીઝનના પહેલા ચરણમાં દિલ્હી કેપિટલ્સ તેની હોમ મેચ વિશાખાપટ્ટનમમાં રમશે. ફ્રેન્ચાઇઝીએ હરાજીમાં કેટલાક ખેલાડીઓને ખરીદ્યા અને એક નક્કર ટીમ બનાવી. ઋષભ પંતની વાપસીથી ટીમ પહેલા કરતા વધુ મજબૂત દેખાઈ રહી છે. જોકે, હેરી બ્રુકનું IPLમાંથી અચાનક ખસી જવું દિલ્હી માટે એક મોટો ફટકો ગણી શકાય, કારણ કે દિલ્હીને મિડલ ઓર્ડરમાં બ્રુક જેવા વિસ્ફોટક બેટ્સમેનની ખોટ પડી શકે છે.
પ્લેઈંગ ઈલેવન આવી હોઈ શકે છે
દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો પૃથ્વી શો અને ડેવિડ વોર્નર ઈનિંગની શરૂઆત કરશે. મિચેલ માર્શ ત્રીજા નંબરે અને કેપ્ટન ઋષભ પંત ચોથા નંબર પર રમતા જોવા મળશે. આ પછી, ટીમ પાંચમા નંબરે યુવા જેક ફ્રેઝર મેકગર્ક અથવા ટ્રસ્ટન સ્ટબ્સને તક આપી શકે છે. ત્યાર બાદ લલિત યાદવ અને અક્ષર પટેલ જોવા મળશે.
દિલ્હીની બોલિંગ પણ ઘણી મજબૂત
દિલ્હીની બોલિંગ પણ ઘણી મજબૂત દેખાઈ રહી છે. ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને એનરિચ નોર્ટજે બોલિંગ વિભાગ સંભાળી શકે છે. સ્પિન વિભાગની જવાબદારી કુલદીપ યાદવ અને અક્ષર પટેલના ખભા પર રહેશે. લલિત યાદવ પણ તેને સપોર્ટ કરતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે, પંત અકસ્માત બાદ પહેલીવાર મેદાનમાં ઉતરવા જઈ રહ્યો છે.
દિલ્હી કેપિટલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), ટ્રસ્ટન સ્ટબ્સ/જેક ફ્રેઝર મેકગર્ક, લલિત યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ખલીલ અહેમદ અને એનરિક નોર્ટજે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial