Rishabh Pant: ઋષભ પંતના અફેરને લઈ થયો ખુલાસો, ખુદ ગર્લફ્રેન્ડે જ કર્યો ઈશારો
હવે તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. આ દરમિયાન તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેના પર તેની ગર્લફ્રેન્ડની કોમેન્ટ વાયરલ થઈ રહી છે.
Rishabh Pant Girl friend : ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત લાંબા સમયથી મેદાનથી દૂર છે. ગયા વર્ષના અંતમાં રૂડકીમાં તેના ઘરે જતી વખતે તે ગંભીર માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. હવે તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. આ દરમિયાન તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેના પર તેની ગર્લફ્રેન્ડની કોમેન્ટ વાયરલ થઈ રહી છે.
પંતની વર્તાઈ રહી છે ખોટ
25 વર્ષીય ઋષભ પંતની ઉણપ તાજેતરમાં જ અનુભવાઈ હતી. જ્યારે ભારતીય ટીમ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC FINAL-2023)ની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા દ્વારા 209 રને પરાજય પામી હતી. ત્યારે કેએસ ભરત વિકેટકીપર તરીકે જવાબદારી નિભાવી રહ્યો હતો. ભરતે સારી વિકેટકીપિંગ કરી પરંતુ બેટથી કોઈ ખાસ યોગદાન આપી શક્યો નહીં. અજિંક્ય રહાણે સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન લાંબા સમય સુધી મેદાન પર ટકી શક્યો નહોતો. તે દરમિયાન જો ઋષભ પંત હોત તો પરિણામ કંઈક જુદુ આવી શક્યું હોય.
ઝડપથી થઈ રહ્યો છે સ્વસ્થ
ઈજાના કારણે છેલ્લી અનેક શ્રેણીમાંથી બહાર રહેલો પંત હવે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. પંતે તાજેતરમાં સર્જરી પણ કરાવી હતી. તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે રિકવરી સંબંધિત અપડેટ્સ પણ શેર કરે છે. પંતે હવે બુધવારે ઇન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો શેર કર્યો છે, જેમાં તેની પાસે બે વીડિયો છે. એક જૂનો વીડિયો છે જેમાં તેને સીડી ચડવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. ત્યારબાદ એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે કોઈ પણ ટેકા વગર સીડી પર ચઢતો જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
ગર્લફ્રેન્ડે ટિપ્પણી કરી
પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ પણ આ વીડિયો પર કોમેન્ટ કરી છે. નેગીએ લખ્યું- મારું હૃદય. તેણે હાર્ટ ઈમોજી શેર કર્યું છે. રસપ્રદ વાત એ છે કે, ઈશાની આ કોમેન્ટ પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે. ઈશા ઉપરાંત દિગ્ગજ ખેલાડી મેથ્યુ હેડન, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ અને દિલ્હી કેપિટલ્સ ટીમના સત્તાવાર એકાઉન્ટમાંથી પણ ટિપ્પણીઓ કરવામાં આવી છે.
પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચ્યો ઋષભ પંત-Video
IPL 2023 પહેલા જ દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. હાલમાં જ આ ટીમનો કેપ્ટન ઋષભ પંત અકસ્માતનો શિકાર બન્યો હતો. જે બાદ આ ખેલાડીની સર્જરી થઈ હતી. ઋષભ પંત સર્જરી બાદ સ્વસ્થ થઈ રહ્યો છે. આ કારણે તે ક્રિકેટના મેદાનથી દૂર છે. ઋષભ પંત IPL 2023 સીઝનમાં રમી શકશે નહીં. જોકે, રિષભ પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે દિલ્હી કેપિટલ્સની મેચ જોવા માટે અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચ્યો હતો.