(Source: ECI/ABP News/ABP Majha)
Rishabh Pant Test Record: ઋષભ પંતે 69 વર્ષ જૂનો રેકોર્ડ તોડી મેળવી વધુ એક ઉપલબ્ધિ...
એજબેસ્ટન ટેસ્ટમાં (Edgbaston Test) ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant) વધુ એક મોટી ઉપલબ્ધિ પોતના નામે નોંધાવી છે.
IND vs ENG 5th Test: એજબેસ્ટન ટેસ્ટમાં (Edgbaston Test) ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે (Rishabh Pant) વધુ એક મોટી ઉપલબ્ધિ પોતના નામે નોંધાવી છે. પહેલી ઈનિંગમાં 146 રનની તોફાની બેટિંગ બાદ જ્યારે બીજી ઈનિંગમાં ઋષભ પંતે 16 રન પુરા કર્યા ત્યારે પંતના નામે આ રેકોર્ડ નોંધઈ ચુક્યો હતો. એશિયાની બહાર એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત બની ચુક્યો છે. પંતે 69 વર્ષ જુના વિજય માંજરેકરના (Vijay Manjrekar) 161 રનના રેકોર્ડને તોડ્યો છે.
ઋષભ પંતે 69 વર્ષ બાદ તોડ્યો રેકોર્ડઃ
ટીમ ઈન્ડિયામાં પૂર્વ વિકેટકીપર બેટ્સમેન વિજય માંજરેકરે 1953માં કિંગ્સટનમાં પહેલી ઈનિંગમાં 43 રન અને બીજી ઈનિંગમાં 118 રન બનાવ્યા હતા. 69 વર્ષ સુધી કોઈ ભારતીય વિકેટકીપર આ રેકોર્ડને નહોતો તોડી શક્યો. છેલ્લા ત્રણ વર્ષમાં પંત બે વખત આ રેકોર્ડની નજીક પહોંચ્યો હતો. વર્ષ 2011માં ધોની પણ આ રેકોર્ડની પાસે પહોંચ્યો હતો પણ તોડી નહોતો શક્યો. ત્યારે હવે એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ઋષભ પંતે આ રેકોર્ડ તોડ્યો છે. ઋષભ પંતે પહેલી ઈનિંગમાં સદી ફટકાર્યા બાદ બીજી ઈનિંગમાં અર્ધ શતક લગાવ્યું હતું. આમ ઋષભ પંતે કુલ 203 રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
એશિયા બહાર એક ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 વિકેટકીપર બેટ્સમેનઃ
1. ઋષભ પંતઃ 203 રન (146+57) એજબેસ્ટન, 2022
2. વિજય માંજરેકરઃ 161 રન (43+118) કિંગસ્ટન. 1953
3. ઋષભ પંતઃ 159 રન (159) સિડની, 2019
4. એમએસ ધોનીઃ 151 રન (77+74), એજબેસ્ટન, 2011
5. ઋષભ પંતઃ 133 રન (36+97), સિડની., 2021
આ પણ વાંચોઃ
હા, આ EDની સરકાર છે... મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ બાદ ફડણવીસે જણાવ્યો EDનો મતલબ...