(Source: ECI/ABP News/ABP Majha)
હા, આ EDની સરકાર છે... મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ બાદ ફડણવીસે જણાવ્યો EDનો મતલબ...
મહારાષ્ટ્ર વિધાનસભામાં એકનાથ સરકારે સોમવારે બહુમત સાબિત કરી દીધો છે. વિપક્ષમાં 94 વોટ અને પક્ષમાં 164 વોટ પડ્યા હતા.
Maharashtra Floor Test: મહારાષ્ટ્ર વિધાનસભામાં એકનાથ સરકારે સોમવારે બહુમત સાબિત કરી દીધો છે. વિપક્ષમાં 94 વોટ અને પક્ષમાં 164 વોટ પડ્યા હતા. આ બાદ રાજ્યના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા. ફડણવીસે કહ્યું કે, લોકો કહી રહ્યા છે કે, આ ઈડી (ED)ની સરકાર છે. તો હા, આ EDની સરકાર જ છે. એકનાથ અને દેવેન્દ્રની સરકાર છે. કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવાના આરોપો મુદ્દે ફડણવીસે પલટવાર કરતાં કહ્યું કે, ઈડીનો મતલબ એકનાથ અને દેવેન્દ્ર છે.
એક શિવસૈનિક બન્યો રાજ્યનો મુખ્યમંત્રીઃ
વિધાનસભામાં બોલતી વખતે ફડણવીસે કહ્યું કે, એકનાથ શિંદેના રુપે એક શિવસૈનિક રાજ્યનો મુખ્યમંત્રી બન્યો છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પહેલાં થયેલા ગઠબંધનમાં ભાજપ અને શિવસેનાને 2019માં બહુમત મળ્યું હતું. પરંતુ બહુમતને જાણી જોઈને અમારી પાસેથી લઈ લેવામાં આવ્યું હતું. તેમણે ઉદ્ધવ ઠાકરેને આ પગલાનો હવાલો આપ્યો જ્યારે ઉદ્ધવે ભાજપથી પોતાનો સંબંધ તોડીને કોંગ્રેસ-એનસીપી સાથે જઈને સરકાર બનાવી હતી. જે ગયા અઠવાડીયે પડી ગઈ છે.
શિવસેના સાથે ફરીથી સરકાર બનાવીઃ
નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, એકનાથ શિંદેના સહયોગથી એક વાર ફરીથી અમે શિવસેના સાથે સરકાર બનાવી છે. હું પાર્ટી આલાકમાનના આદેશ મુજબ ઉપમુખ્યમંત્રી બન્યો છું. તેમણે આગળ કહ્યું કે, મને પાર્ટી કહ્યું હોત તો હું ઘરે પણ બેસી જાત. આ જ પાર્ટીએ મને મુખ્યમંત્રી પણ બનાવ્યો હતો. આજે હું કહી શકું છું કે, આ સરકારમાં સત્તા માટે કોઈ મતભેદ નથી. અમે સતત સહયોગ કરતા રહીશું.
વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પછી સભ્યોનો આભાર વ્યક્ત કરતાં ફડણવીસે કહ્યું, “હું એ તમામ સભ્યોનો આભારી છું જેમણે આ ઠરાવના સમર્થનમાં મત આપ્યો છે. 1980માં શિંદે સાહેબે શિવસેનામાં સક્રિય રીતે કામ કરવાનું શરૂ કર્યું. તેમણે એક સામાન્ય કાર્યકર તરીકે ઘણી જવાબદારીઓ નિભાવી અને આજે રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. ધરમવીર આનંદ દુબેએ 1984માં શિંદે સાહેબને કુસુમનગર શાખા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા.