ઋષભ પંત વર્લ્ડકપ 2023માં રમશે કે નહીં ? વાપસી માટે તનતોડ મહેનત કરતો વીડિયો આવ્યો સામે, જુઓ....
ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત વાપસી માટે સખત મહેનત કરી રહ્યો છે. ઋષભ પંત રિકવરીના રસ્તે છે. નેટ્સમાં બેટિંગ કર્યા બાદ હવે તે જીમમાં પરસેવો પાડી રહ્યો છે
Rishabh Pant Update: ક્રિકેટની દુનિયામાં ક્રિકેટ ફેન્સ માટે એક પછી એક ખુશીના સમાચાર સામે આવી રહ્યાં છે. અત્યારે એશિયા કપ 2023 ચાલી રહ્યો છે, અને આગામી દિવસોમાં વનડે વર્લ્ડકપ 2023 શરૂ થવા જઇ રહ્યો છે. આ બધાની વચ્ચે સ્ટાર વિકેટકીપર બેટ્સમેને ઋષભ પંતના વીડિયોઓ બધાનું ધ્યાન ખેંચ્યુ છે. જોકે, ખાસ વાત છે કે, પહેલાથી જ નક્કી છે કે, ભારતની વર્લ્ડકપ ટીમમાં ઋષભ પંત નહીં દેખાય છતાં આ વીડિયોએ બધાને ચોંકાવ્યા છે. ઋષભ પંત અત્યારે ઇન્જરીમાંથી બહાર આવવવાની પુરેપુરી કોશિશ કરી રહ્યો છે. હાલમાં તેનો ભાંગેલા પગ સાથે કસરત કરતો વીડિયો સામે આવ્યો છે.
ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત વાપસી માટે સખત મહેનત કરી રહ્યો છે. ઋષભ પંત રિકવરીના રસ્તે છે. નેટ્સમાં બેટિંગ કર્યા બાદ હવે તે જીમમાં પરસેવો પાડી રહ્યો છે. ઋષભ પંતે ઈન્સ્ટાગ્રામ સ્ટૉરી દ્વારા એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે જીમની અંદર સખત મહેનત કરતો જોવા મળ્યો હતો. પંતનો આ વીડિયો જોઈને કહી શકાય છે કે તે કમબેક માટે સખત મહેનત કરી રહ્યો છે.
વીડિયો શેર કરતા ઋષભ પંતે લખ્યું, "અંધારી સુરંગમાં થોડો પ્રકાશ જોઈ રહ્યો છું." પંતના આ કેપ્શન પરથી એ પણ અનુમાન લગાવી શકાય છે કે તે રિકવરીની ખૂબ નજીક આવી ગયો છે, અને શક્ય તેટલી વહેલી તકે મેદાનમાં પરત ફરવા માંગે છે. કાર અકસ્માત બાદ પંતે ધીમે-ધીમે તેની ઊંચાઈ વધારતી ગઈ. હવે તેમનામાં ઘણો સુધારો થયો છે. પંત અપેક્ષા કરતા વધુ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. બીજીબાજુ જો તેની વાપસીની વાત કરીએ તો ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તે જાન્યુઆરી 2024માં ઈંગ્લેન્ડ સામેની સીરીઝમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.
Rishabh Pant is training hard to make a strong comeback! pic.twitter.com/Bl6yXyeYSW
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 4, 2023
ઋષભ પંતની વાપસીનો બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે ફેન્સ -
જોકે ઋષભ પંત ત્રણેય ફોર્મેટમાં ભારત માટે રમે છે, પરંતુ તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની આગવી છાપ છોડી છે. વિકેટકીપર બેટ્સમેન તરીકે ભારતીય ટેસ્ટ ટીમને હજુ સુધી પંતનો યોગ્ય રિપ્લેસમેન્ટ મળ્યો નથી. આવી સ્થિતિમાં ચાહકો તેના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
નોંધનીય છે કે ઋષભ પંત ડિસેમ્બર 2022માં એક ભયાનક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે પંત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દૂર્ઘટના પછી પંતે કેટલીક સર્જરી કરાવી અને ધીમે ધીમે તેણે સ્વસ્થ થવાનો માર્ગ શરૂ કર્યો. પંતે ભારત માટે અત્યાર સુધીમાં 33 ટેસ્ટ, 30 વનડે અને 66 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.