(Source: ECI/ABP News/ABP Majha)
Rishabh Pant Record: ઋષભ પંતની શાનદાર ઈનિંગે બનાવ્યો રેકોર્ડ, ટીમ ઈન્ડિયા માટે આવુ કરનાર પ્રથમ વિકેટકીપર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી રહી છે.
Rishabh Pant Record India vs England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે 98 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ ઈનિંગ્સને સંભાળી અને ભારતના સ્કોરને 250 રનથી આગળ લઈ ગયા. આ દરમિયાન પંતે સદી અને જાડેજાએ અડધી સદી ફટકારી હતી. પંતે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
રિષભ પંત ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા મહેન્દ્ર સિંહ ધોની અને સૈયદ કિરમાણી પણ ટેસ્ટ મેચમાં 2000 રનનો આંકડો પાર કરી ચૂક્યા છે. આ સાથે પંતે વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. તે એશિયા બહાર ભારત માટે સૌથી ઝડપી ટેસ્ટ સદીના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ મામલામાં વીરેન્દ્ર સેહવાગ પ્રથમ અને મોહમ્મદ અઝહરુદ્દીન પ્રથમ સ્થાને છે.
ટીમ ઈન્ડિયાનો પ્રતિભાશાળી ખેલાડી પંત એક કેલેન્ડર વર્ષમાં બે સદી ફટકારનાર વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. તેની પહેલા રિદ્ધિમાન સાહા પણ આ અદ્ભુત કામ કરી ચુક્યા છે. સાહાએ આ કમાલ વર્ષ 2017માં કર્યો હતો. જ્યારે ધોનીએ આ કારનામું વર્ષ 2009માં કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ તે પછી પંત અને જાડેજાએ ઇનિંગ્સને સંભાળી લીધી હતી. આ બંને બેટ્સમેનોની ઇનિંગ્સની મદદથી ભારતનો સ્કોર 250 રનને પાર કરી ગયો હતો. જાડેજાએ જોરદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી.
England Playing 11 -
એલેક્સ લીસ, જેક ક્રાઉલી, ઓલી પૉપ, જૉ રૂટ, જૉની બેયરર્સ્ટૉ, બેન સ્ટૉક્સ (કેપ્ટન), સેમ બિલિંગ્સ (વિકેટકીપર), મેથ્યૂ પૉટ્સ, સ્ટુઅર્ટ બ્રૉડ, જેક લીચ, જેમ્સ એન્ડરસન.
India Playing 11 -
શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ (કેપ્ટન), મોહમ્મદ સિરાજ.