Robin Uthappa: રોબિન ઉથપ્પા સામે અરેસ્ટ વોરન્ટ જારી, લાખોના કૌભાંડનો લાગ્યો આરોપ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
Robin Uthappa Arrest Warrant Provident Fund Case: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. ઉથપ્પા પર EPFO એટલે કે પ્રોવિડન્ટ ફંડમાં કૌભાંડનો આરોપ છે. પૂર્વ ભારતીય બેટ્સમેન પર 23 લાખ રૂપિયાના કૌભાંડનો આરોપ છે.
ન્યૂ એજન્સી IANSના અહેવાલ મુજબ, ઉથપ્પા પર સેન્ચ્યુરી લાઈફસ્ટાઈલ બ્રાન્ડ પ્રાઈવેટ લિમિટેડનું સંચાલન કરતી વખતે કર્મચારીઓના પગારમાંથી ₹23 લાખ કાપવાનો આરોપ છે, પરંતુ તેણે તેને તેમના ભવિષ્ય નિધિમાં જમા કરાવ્યા ન હતા.
ધ હિન્દુ અનુસાર, વોરંટ PF પ્રાદેશિક કમિશનર શદક્ષરી ગોપાલ રેડ્ડીના માધ્યમથી જારી કરવામાં આવ્યું હતું, જેમણે કર્ણાટકમાં પુલકેશનગર પોલીસને જરૂરી કાર્યવાહી કરવા કહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, "મિસ્ટર ઉથપ્પા તેમના પુલકેશીનગરના નિવાસસ્થાને ન મળ્યા પછી 4 ડિસેમ્બરે અમલમાં મૂકવામાં આવેલ વોરંટ પરત કરવામાં આવ્યું હતું." ઉથપ્પા તેના પરિવાર સાથે દુબઈમાં રહે છે.
An arrest warrant has been issued against former Indian cricketer Robin Uthappa over provident fund (PF) fraud. He is accused of deducting ₹23 lakh from employees' salaries and withholding their PF contributions while running Century Lifestyle Brand Private Limited pic.twitter.com/62uZnRSeWL
— IANS (@ians_india) December 21, 2024
અહેવાલો અનુસાર, આ ઘટના 4 ડિસેમ્બરે બની હોવાનું કહેવાય છે. આ મામલે હજુ સુધી ઉથપ્પાની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. હવે જોવાનું એ રહેશે કે ઉથપ્પા આ મામલે શું કહે છે.
રોબિન ઉથપ્પાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
ઉલ્લેખનીય છે કે ઉથપ્પા ભારત માટે વ્હાઈટ બોલની ક્રિકેટ રમ્યો હતો. તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 46 ODI અને 13 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ઉથપ્પાએ ODIની 42 ઇનિંગ્સમાં 25.94ની એવરેજથી 934 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેણે 6 અડધી સદી ફટકારી હતી, જેમાં ઉચ્ચ સ્કોર 86 રન હતો.
આ સિવાય T20 ઇન્ટરનેશનલની 12 ઇનિંગ્સમાં તેણે 24.90ની એવરેજ અને 118.00ની સ્ટ્રાઇક રેટથી 249 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેણે 1 અડધી સદી ફટકારી, જે તેનો ઉચ્ચ સ્કોર (50 રન) હતો. ઉથપ્પાએ 2006 થી 2015 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી. તેણે એપ્રિલ 2006માં ઈંગ્લેન્ડ સામેની ODIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.
Virat Kohli: વિરાટ કોહલીના નવા લુકે મચાવી સનસની,સેટ કર્યો નવો ટ્રેન્ડ; તસવીર વાયરલ થઈ