IPL 2024: 'આ તો મારી છેલ્લી છે', રોહિત શર્મા અને કેકેઆરના કોચની વાતચીત લીક, થઇ બબાલ
Rohit Sharma Abhishek Nayar Video: IPL 2024ની 60મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે શનિવારે રમાશે
Rohit Sharma Abhishek Nayar Video: IPL 2024ની 60મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે શનિવારે રમાશે. આ મેચ પહેલા રોહિત શર્મા અને KKRના કોચ વચ્ચેની વાતચીતનો એક વીડિયો સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં મુંબઈના પૂર્વ કેપ્ટનને એમ કહેતા સાંભળી શકાય છે કે આ મારી છેલ્લી છે. આ વાતચીત લીક થયા બાદ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે રોહિતે મુંબઈ ઈન્ડિયન્સ છોડવા અંગે આ વાત કહી છે, જેના પછી હોબાળો મચી ગયો છે.
— • (@GOAThitSharma) May 10, 2024
વાસ્તવમાં કોલકત્તાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જેમાં રોહિત શર્મા અને અભિષેક નાયર વાતચીત કરતા જોવા મળ્યા હતા. જોકે, થોડા સમય બાદ KKRએ આ વીડિયો ડિલીટ કરી દીધો હતો. પરંતુ ચાહકોએ તેને ડાઉનલોડ કરી લીધો હતો. ફેન્સના ઘોંઘાટને કારણે વીડિયોમાં બંનેનો અવાજ સ્પષ્ટ નથી પરંતુ રોહિતને એમ કહેતા સાંભળી શકાય છે કે દરેક વસ્તુ બદલાઈ રહી છે.
વીડિયોમાં હિટમેન કહી રહ્યો છે કે, "દરેક વસ્તુ બદલાઈ રહી છે... તે તેમના પર છે... જે કંઈ છે તે મારુ ઘર છે ભાઈ, મેં તે મંદિર બનાવ્યું છે... ભાઈ, મારું શું છે, મારું તો આ લાસ્ટ છે…” આ વીડિયો વાયરલ થયા બાદ ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયોમાં રોહિત મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપમાં બદલાવની ચર્ચા કરી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે તે આગામી સીઝનમાં ટીમ છોડી શકે છે.
સીઝનની શરૂઆત પહેલા કરવામાં આવેલ ફેરફારો
IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપમાં અચાનક ફેરફાર કરવામાં આવ્યો હતો. રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. MIએ તેને ગુજરાત પાસેથી ટ્રેડ કરીને ફરી એકવાર તેને ટીમનો ભાગ બનાવ્યો હતો. રોહિતે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું હતું. મુંબઈએ 2013, 2015, 2017, 2019 અને 2022માં આઈપીએલનું ટાઇટલ જીત્યું હતું.