શોધખોળ કરો
Advertisement
રોહિત શર્માએ ફટકાર્યો એવો છગ્ગો કે બૉલ મેદાન કુદીને બહાર બસની છત પર જઇને પડ્યો, મુંબઇ ઇન્ડિયન્સે શેર કર્યો વીડિયો
યુએઇમાં આઇપીએલ માટે પ્રેક્ટિસ કરી રહેલા રોહિત શર્માએ ફરી એકવાર પોતાની બેટિંગની ધાર બતાવી છે મુંબઇ ઇન્ડિયન્સે એક વીડિયો શેર કર્યો છે, જેમાં રોહિત શર્માનો ગગનચુંબી છગ્ગો દેખાઇ રહ્યો. રોહિત હાલ શાનદાર ફોર્મમાં છે
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી અને ઉપકેપ્ટન રોહિત શર્માની બેટિંગથી તો દરેક સારી રીતે વાકેફ છે. રોહિતને ક્રિકેટનો હિટમેન કહેવામાં આવે છે, ખાસ કરીને તેના છગ્ગાઓને કારણે. હાલ યુએઇમાં આઇપીએલ માટે પ્રેક્ટિસ કરી રહેલા રોહિત શર્માએ ફરી એકવાર પોતાની બેટિંગની ધાર બતાવી છે મુંબઇ ઇન્ડિયન્સે એક વીડિયો શેર કર્યો છે, જેમાં રોહિત શર્માનો ગગનચુંબી છગ્ગો દેખાઇ રહ્યો. રોહિત હાલ શાનદાર ફોર્મમાં છે.
મુંબઇ ઇન્ડિયન્સ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, વીડિયોમાં રોહિત શર્મા 95 મીટર લાંબો છગ્ગો લગાવતો દેખાઇ રહ્યો છે, એટલુ જ નહીં રોહિતનો છગ્ગો એવો છે કે બૉલ મેદાન કુદીને બહાર રૉડ પર જઇ રહેલી બસની છત પર પહોંચી ગયો છે. રોહિતના આ શાનદાર છગ્ગાને લોકો ખુબ લાઇક કરી રહ્યાં છે.
નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20માં ઇજાગ્રસ્ત થયા બાદ રોહિત શર્માએ કોઇ મેચ ન હતી રમી, બાદમાં કોરોના આવ્યો અને હવે આઇપીએલ રમવા માટે યુએઇ પહોંચ્યો છે. સાત મહિનાનો વિરામ છતાં પણ રોહિતની બેટિંગમાં કોઇ ફેર પડેલો નથી દેખાઇ રહ્યો. આગામી 19 સપ્ટેમ્બરથી આઇપીએલની 13મી સિઝન શરૂ થઇ રહી છે, રોહિત શર્માની આગેવાની વાળી મુંબઇ ઇન્ડિયન્સ ગત વર્ષની આઇપીએલ વિજેતા છે.
ખાસ વાત છે કે રોહિતની આગેવાનીમા મુંબઇ ઇન્ડિયન્સ વર્ષ 2015, 2017 અને 2017માં આઇપીએલનો ખિતાબ પોતાના નામે કરી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement