Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ચોથો દિવસ યશસ્વી જયસ્વાલ માટે ખૂબ જ ખરાબ રહ્યો. કેપ્ટન રોહિત શર્મા કેચ છોડવા બદલ તેના પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો.
Rohit Sharma Angry Reaction Over Yashasvi Jaiswal Catch Drop: ચોથી ટેસ્ટની બીજી ઈનિંગમાં ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા માર્નસ લાબુશેનની અડધી સદી ટીમ ઈન્ડિયા માટે માથાનો દુખાવો બની ગઈ હતી. હકિકતમાં લાબુશેનની આ ઈનિંગની કારણે જ ઓસ્ટ્રેલીયા 250 રનથી વધુની લીડ લેવામાં સફળ રહી હતી,, પરંતુ યશસ્વી જયસ્વાલે એક આસાન કેચ છોડ્યો હતો, જેના પર કેપ્ટન રોહિત શર્મા ગુસ્સો વ્યકત કરતો જોવા મળ્યો.
Reaction of Rohit Sharma after Yashasvi Jaiswal dropped a catch.
— Harshit (@spiral_craver) December 29, 2024
In his 8 years of captaincy, I have never seen Virat Kohli react like this. This is why Rohit still prays to be 0.1% as good of a leader as Virat. pic.twitter.com/3vLmpOfoB3
આ મામલો ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગની 40મી ઓવરનો છે જ્યારે આકાશદીપ બોલિંગ કરી રહ્યો હતો. આકાશદીપે ગૂડ લેન્થ પર બોલ ફેંક્યો જે ઓફ સ્ટમ્પની લાઇનમાં હતો. લેબુશેનના બેટ પર અથડાતાં જ બોલ સ્લિપમાં યશસ્વી જયસ્વાલ પાસે ગયો, પરંતુ તેણે કેચ છોડ્યો. તે સમયે લાબુશેન ટીમ ઈન્ડિયાને જીતથી દૂર લઈ જતા હોવાથી કેપ્ટન રોહિતે ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. રોહિતનો ગુસ્સો વાજબી હતો કારણ કે લાબુશેન પછી તેની ઇનિંગ્સમાં વધુ 25 રન ઉમેર્યા હતા. તેની 70 રનની ઇનિંગના કારણે ઓસ્ટ્રેલિયા 250 રનથી વધુની લીડ મેળવવામાં સફળ રહ્યું.
આ પહેલા તેણે દિવસની શરૂઆતમાં ઉસ્માન ખ્વાજાનો કેચ છોડ્યો હતો
મેલબોર્ન ટેસ્ટમાં ચોથો દિવસ યશસ્વી જયસ્વાલ માટે ફિલ્ડિંગના દૃષ્ટિકોણથી સારો રહ્યો ન હતો. લેબુશેનનો કેચ છોડવો એ ચોથા દિવસે જયસ્વાલે કરેલી પહેલી ભૂલ નહોતી. આ પહેલા તેણે દિવસની શરૂઆતમાં ઉસ્માન ખ્વાજાનો કેચ છોડ્યો હતો. તે સમયે જસપ્રિત બુમરાહ બોલિંગ કરી રહ્યો હતો, પરંતુ જયસ્વાલ લેગ ગલી પોઝિશનમાં ઊભા રહીને આસાન કેચ લઈ શક્યો ન હતો. સારી વાત એ છે કે ખ્વાજા 21 રન બનાવીને આઉટ થયો હતો. તમને યાદ અપાવી દઈએ કે ચોથા દિવસે ભારત પ્રથમ દાવમાં 369 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયું હતું, જેના કારણે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 105 રનની લીડ મેળવી હતી.
આ પણ વાંચો....