Nitish Reddy: સદી બાદ ઉજવણી કરવા નીતિશ રેડ્ડીએ કેમ પહેરાવ્યું બેટને હેલ્મેટ,પોતે જ કર્યો મોટો ખુલાસો
Nitish Kumar Reddy:નીતીશ કુમાર રેડ્ડીએ પોતાની સદી બાદ કરવામાં આવેલ ઉજવણીનું કારણ જણાવ્યું છે. જાણો શા માટે તેણે બેટને હેલ્મેટ પહેરાવ્યું.
Nitish Kumar Reddy: નીતિશ રેડ્ડીએ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસે સદી ફટકારીને ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં નોંધાવ્યું છે. સદી પૂરી કર્યા પછી, તે ઘૂંટણિયે બેસી ગયો, પછી હેલ્મેટને બેટ પર મૂક્યૂ. તેની ઉજવણી કરવાની રીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેની સાથે ટીમ ઈન્ડિયાનો આખો ડગઆઉટ આ ઐતિહાસિક ઈનિંગથી ઉત્સાહિત હતો. હવે નીતિશે પોતે જ આ ઉજવણીનું રહસ્ય જાહેર કર્યું છે.
𝐓𝐞𝐚𝐫𝐬 𝐨𝐟 𝐣𝐨𝐲 𝐡𝐚𝐯𝐞𝐧’𝐭 𝐬𝐭𝐨𝐩𝐩𝐞𝐝 𝐫𝐨𝐥𝐥𝐢𝐧𝐠.
— BCCI (@BCCI) December 28, 2024
The Reddy family has been a bundle of emotions today. Witness the magical moment as they embrace Nitish after he wowed the world with his extraordinary maiden Test century at the MCG.
A day etched in memories… pic.twitter.com/uz9mrASuRm
બીસીસીઆઈ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં નીતિશ રેડ્ડીએ તેની ઉજવણીનું કારણ જણાવતા કહ્યું કે, "સદી પૂરી કર્યા પછી, મેં બેટ રાખ્યું અને તેની ઉપર હેલ્મેટ મૂક્યું. હેલ્મેટ પર ત્રિરંગો હોય છે અને હું તિરંગાને સલામી આપી રહ્યો હતો. દેશ માટે રમમવું એ પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત છે.
What a moment this for the youngster!
— BCCI (@BCCI) December 28, 2024
A maiden Test 100 at the MCG, it does not get any better than this 👏👏#TeamIndia #AUSvIND pic.twitter.com/KqsScNn5G7
નીતીશ રેડ્ડીએ ત્રીજા દિવસે વોશિંગ્ટન સુંદર સાથે 128 રનની ભાગીદારી કરી હતી. આ ટેસ્ટ મેચમાં નીતિશે 114 રનની ઇનિંગ રમી હતી જ્યારે સુંદરે 50 રનનું યોગદાન આપ્યું હતું. તમને યાદ અપાવી દઈએ કે નીતીશ રેડ્ડીએ ત્રીજા દિવસે સદી પૂરી કર્યા બાદ તેમના પિતા મુત્યાલા રેડ્ડી ઉત્સાહથી ભરેલા જોવા મળ્યા હતા અને તેમની આંખોમાંથી આંસુ પણ નીકળતા જોવા મળ્યા હતા.
જ્યારે 21 વર્ષીય યુવા ખેલાડીએ પોતાની સદી પૂરી કરી ત્યારે મોહમ્મદ સિરાજ નીતિશ સાથે બેટિંગ કરી રહ્યો હતો. સિરાજે પણ તેના યુવા સાથીનું મનોબળ વધારવા માટે ક્રિઝ પર સમય વિતાવ્યો. સિરાજની કંપની વિશે નીતીશ રેડ્ડીએ કહ્યું, "સિરાજ હંમેશા ઉત્સાહથી ભરેલો છે. તે મને કહેતો હતો કે, 'તું ચોક્કસપણે સદી પૂરી કરીશ.' તેનો આત્મવિશ્વાસ ભરપૂર હતો, મને તેને જોઈને સારું લાગ્યું.
આ પણ વાંચો...