IND vs SL: ટીમ ઇન્ડિયાની જીત બાદ રોહિત શર્મા શું બોલ્યો ? કોણી કરી પ્રસંશા
રોહિત શર્માએ બીજી મેચ અને સીરીઝ જીત બાદ કેએલ રાહુલની બેટિંગ અને કુલદીપ યાદવની બૉલિંગની ખુબ પ્રસંશા કરી,
Rohit Sharma on India's Win: ભારતીય ટીમે (Team India) ગુરુવારે ઇડન ગાર્ડન્સ પર રમાયેલી બીજી વનડેમાં શ્રીલંકા (Sri Lanka) વિરુ્દ્ધ 4 વિકેટથી જીત હાંસલ કરી. આ જીત સાથે જ ભારતીય ટીમે ત્રણ મેચોની સીરીઝ પર 2-0ની કબજો જમાવી દીધો છે. આ પહેલા હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા વિરુદ્ધ ટી20 સીરીઝમાં જીત મેળવી લીધી છે.
આ દ્વીપક્ષીય વનડે સીરીઝમાં જીત બાદ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ખુબ ખુશ દેખાયો હતો. ખરેખરમાં, ટી20 વર્લ્ડકપ 2022 બાદ તેની કેપ્ટનશીપમાં મળેલી આ પહેલી સીરીઝ જીત છે.
રોહિત શર્માએ બીજી મેચ અને સીરીઝ જીત બાદ કેએલ રાહુલની બેટિંગ અને કુલદીપ યાદવની બૉલિંગની ખુબ પ્રસંશા કરી, તેને કહ્યું કે, આ એક નજીકની મેચ હતી, આ પ્રકારની રમત તમને ઘણુબધુ શીખવાડે છે. કેએલ રાહુલ નંબર 5 પર લાંબા સમયથી બેટિંગ કરતો આવી રહ્યો છે, એક અનુભવી બેટ્સમેનનું આ ક્રમે રમવુ તમારા માટે અને તમારી ટીમ માટે આત્મવિશ્વાસ આપે છે. અમને મેચમાં વાપસી કરાવી. કુલદીપે પણ બૉલિંગમાં ખુબ આત્મવિશ્વાસ બતાવ્યો અને સારી બૉલિંગનુ પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી છે.
ટૉપ ઓર્ડર બેટિંગ પર રોહિત શર્માને જ્યારે પુછવામા આવ્યુ તો, જવાબ મળ્યો, રોહિતે કહ્યું કે, ટૉપ ઓર્ડરમાં ડાબોડી બેટ્સમેન હોવો ખુબ સારી વાત છે, જેને પણ ઇશાન કિશન, શિખર ધવનને મોકો આપવામા આવ્યો તેમને છેલ્લા એક વર્ષમાં સારુ કર્યુ છે. અમે એક લેફ્ડ હેડર બેટ્સમેન રાખવાનુ પસંદ કરીશું, ડાબોડી બેટ્સમેનની કાબેલિયન પણ જાણીએ છીએ, હાલમાં અમને આ જ કૉમ્બિનેશન પર ટકી રહેવુ પડશે. ત્રીજી વનડેમાં અમે વિચાર કરીશું કે કોઇ ફેરફાર કરવો છે કે નહીં.
રોહિત શર્મા પર હાર્દિકની વિવાદિત કૉમેન્ટ
હાર્દિક પંડ્યાએ રોહિત શર્મા માટે કહી આવી વાત -
ટીમ ઇન્ડિયાના રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) બાંગ્લાદેશ પ્રવાસ બાદ શ્રીલંકા વિરુદ્ધ વનડે ટીમની કમાન સંભાળી રહ્યો છે. વળી આ પહેલા ટી20 સીરીઝમાં હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપ કરી હતી, અને ટીમની સીરીઝમાં જીત અપાવી હતી. હવે બીજી વનડેમાં જીત બાદ હાર્દિક પંડ્યાએ કેપ્ટન રોહિત શર્માને લઇને એક વિવાદિત નિવેદન આપ્યુ છે
હાર્દિક પંડ્યાએ કહ્યું કે, રોહિત શર્મા (Rohit Sharma) પાછો આવી ગયો છે, હવે બહુજ વધારે આરામ છે, હવે હું ખુદની ફિટનેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકીશ, અને હું મારા તમામ વિચારોને શેર કરી શકુ છું. જો તેને મારી મદદની જરૂર કે સલાહની જરૂર પડશે તો હું હંમેશા ત્યાં છું.
હાર્દિકે રોહિત શર્માની ફિટનેસ પર વાત કરતાં કહ્યું -
શરીર સારી રીતે કામ કરી રહ્યુ છે, અમે એક પ્લાનનું પાલન કરી રહ્યાં છીએ, અને પોતાનુ તમામ ધ્યાન આગામી વિશ્વકપ પર લગાવી રહ્યાં છીએ, જે હજુ 6-7 મહિના દુર છે.