શોધખોળ કરો

WC 2023: રોહિત શર્મા આ વર્લ્ડકપમાં બનાવશે મોટો રેકોર્ડ,  સચિનથી પણ નિકળી શકે છે આગળ 

આ વનડે વર્લ્ડ કપમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા એક મોટું સ્થાન મેળવી શકે છે. ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે સચિન તેંડુલકરને પાછળ છોડી શકે છે.

World Cup Records: આ વનડે વર્લ્ડ કપમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા એક મોટું સ્થાન મેળવી શકે છે. ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે સચિન તેંડુલકરને પાછળ છોડી શકે છે. તે આ રેકોર્ડ હાંસલ કરવાથી માત્ર એક સદી દૂર છે.

રહિત શર્માએ વનડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 6 સદી ફટકારી છે. મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે પણ વર્લ્ડ કપમાં 6 સદી છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા પાસે આ મામલે માસ્ટર બ્લાસ્ટરને પાછળ છોડવાની સારી તક છે.

રોહિત શર્મા અત્યાર સુધીમાં બે વનડે વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. તે વર્લ્ડ કપ 2015 અને 2019માં ભારતીય ટીમનો ભાગ હતો. આ સમયગાળા દરમિયાન તેણે 17 મેચ રમી અને કુલ 978 રન બનાવ્યા. વર્લ્ડ કપમાં તેના મજબૂત પ્રદર્શનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં તેની બેટિંગ એવરેજ 65.20 અને સ્ટ્રાઈક રેટ 95.97 હતી. તેણે આ 17 મેચમાં 23 સિક્સર પણ ફટકારી છે. વર્લ્ડ કપમાં હિટમેનનો સર્વોચ્ચ સ્કોર 140 રહ્યો છે. અહીં ખાસ વાત એ છે કે વર્લ્ડ કપમાં 1000 રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં રોહિત શર્માનું નામ ચોક્કસ સામેલ છે.

હિટમેન શાનદાર ફોર્મમાં છે

જો આપણે રોહિત શર્માના વર્તમાન ફોર્મ પર નજર કરીએ તો તે ચોક્કસપણે વનડે વર્લ્ડ કપની સદીઓની આ રેસમાં આગળ જોવા મળે છે. હકીકતમાં તેણે છેલ્લી 8 ODI મેચોમાં ચાર અડધી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં સમાપ્ત થયેલ ત્રણ મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચમાં તેણે ધમાકેદાર 81 રન બનાવ્યા હતા.  જેનો અર્થ છે કે હિટમેન તેના જૂના ફોર્મમાં પાછો ફર્યો છે. એક પાસું એ પણ છે કે રોહિત શર્મા ઓપનિંગ બેટ્સમેન તરીકે આવે છે, તેથી તેની પાસે હંમેશા મોટો સ્કોર બનાવવા માટે પૂરતો સમય હોય છે. 

વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે

2023 ODI વર્લ્ડ કપમાં ઘણા એવા ખેલાડીઓ છે જેમના પ્રદર્શન પર વિશ્વભરના ચાહકો અને ક્રિકેટ પંડિતો દ્વારા નજર રાખવામાં આવશે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનર અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ

માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO

IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો

Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર

Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી

Embed widget