Rohit Sharma એ રચ્યો ઈતિહાસ, માર્ટિન ગપ્ટિલની સૌથી વધુ સિક્સરના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
Rohit Sharma Record in T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ મોહાલીમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. મોહાલીના PCA સ્ટેડિયમમાં ભારતનો કેપ્ટન રોહિત શર્મા માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ તેણે પોતાની ઇનિંગમાં સિક્સર ફટકારી હતી. આ સિક્સર સાથે રોહિતે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલે ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી માર્ટિન ગપ્ટિલની બરાબરી કરી લીધી છે.
T20માં 172મી સિક્સરઃ
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પેટ કમિન્સના બોલ પર સિક્સર ફટકારતા જ માર્ટિન ગપ્ટિલની T20માં સૌથી વધુ 172 સિક્સરના રેકોર્ડની બરાબરી કરી લીધી. હવે રોહિત શર્મા અને માર્ટિન ગપ્ટિલે T20 ઈન્ટરનેશનલમાં 172 સિક્સર ફટકારી છે. રોહિત સિક્સર ફટકારવાના મામલે ગપ્ટિલનો રેકોર્ડ તોડીને નવો ઈતિહાસ પણ રચી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની આગામી મેચમાં રોહિત અન્ય સિક્સર ફટકારતાંની સાથે જ તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સ મારનાર ખેલાડી બની જશે.
ભારતે ઓસ્ટ્રેલિયાને 209 રનનો લક્ષ્યાંક આપ્યોઃ
મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી કેએલ રાહુલે 55 રન બનાવ્યા હતા. આ સાથે જ હાર્દિક પંડ્યાએ 30 બોલમાં અણનમ 71 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. હાર્દિકે છેલ્લા ત્રણ બોલમાં સતત ત્રણ સિક્સર ફટકારી હતી.
પંતની જગ્યાએ કાર્તિકને તક મળી
મોહાલીમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે પ્રથમ બેટિંગ કરતા 208 રન બનાવ્યા હતા. ભારતની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાએ વિકેટકીપર રિષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખ્યો છે. તેની જગ્યાએ દિનેશ કાર્તિક પ્લેઈંગ ઈલેવન ટીમમાં લેવાયો છે.
આ પણ વાંચો....