Watch: 'ટી20 વર્લ્ડ કપમાં રોહિત સાથે રાહુલ ગાંધી કરશે ઓપનિંગ', ટીવી એન્કરની ભૂલનો વીડિયો વાયરલ
ભારતીય ટીમ માટે રોહિત શર્મા સાથે કોણ ઓપનિંગ કરશે તે અંગે સતત ચર્ચા ચાલી રહી છે.
Rahul Gandhi: T20 વર્લ્ડ કપ 2022 આગામી મહિનાથી ઓસ્ટ્રેલિયામાં યોજાવા જઈ રહ્યો છે. ભારતીય ટીમ આ વર્લ્ડ કપ માટે જોરદાર તૈયારી કરી રહી છે. દરમિયાન, ભારતીય ટીમ માટે રોહિત શર્મા સાથે કોણ ઓપનિંગ કરશે તે અંગે સતત ચર્ચા ચાલી રહી છે. નિષ્ણાતો સતત વિરાટ કોહલીને રોહિત સાથે ઓપનિંગ કરવાની સલાહ આપી રહ્યા છે. જોકે, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું છે કે કેએલ રાહુલ વર્લ્ડ કપમાં તેની સાથે ઓપનિંગ કરશે.
તે જ સમયે, આ વિશેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ટીવી ચેનલના એન્કરે ફટાફટ સમાચાર વાંચતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માના ઓપનિંગ પાર્ટનર જણાવ્યા હતા. એંકરે કેએલ રાહુલની જગ્યાએ ભુલથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાહકો પણ આ અંગે વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
રાહુલ ગાંધી કરશે ઓપનિંગઃ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એકરે કહ્યું કે રાહુલ ગાંધી ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરશે. વિરાટ કોહલીએ પણ ઘણી મેચોમાં ઓપનિંગ કરવી પડી શકે છે. પત્રકારની આ ભૂલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યૂઝર્સ તેને સોશિયલ મીડિયા પર સતત શેર કરી રહ્યા છે.
Rahul Gandhi will open for India in T20 World Cup: India TV anchor 😂 pic.twitter.com/1NWWg9jp7c
— Out Of Context Cricket (@GemsOfCricket) September 18, 2022
શમીને વર્લ્ડ કપમાં તક મળી શકે છેઃ
વાસ્તવમાં એવી બે સ્થિતિ છે જેના દ્વારા મોહમ્મદ શમીને T20 વર્લ્ડ કપ રમવાની તક મળી શકે છે. એશિયા કપમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન બાદ શમીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માંગ ઉઠી હતી. આ માંગની અસર એ થઈ કે મોહમ્મદ શમીને ટી20 વર્લ્ડ કપ માટે રિઝર્વ ખેલાડીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. બીસીસીઆઈએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે મુખ્ય ટીમની સાથે રિઝર્વ ખેલાડીઓ પણ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. હવે જો કોઈ ખેલાડી વર્લ્ડ કપ પહેલા અથવા વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થાય છે, તો BCCI રિઝર્વ ખેલાડીઓની યાદીમાંથી તેના સ્થાનની જાહેરાત કરી શકે છે. આવી સ્થિતિમાં શમીના વર્લ્ડ કપ રમવાની શક્યતા વધી જાય છે.