Rohit Sharma Century: રોહિત શર્માએ કટકમાં વિસ્ફોટક સદી ફટકારી, ઈંગ્લેન્ડ સામે તૂટ્યા અનેક રેકોર્ડ
રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ કટકમાં વિસ્ફોટક સદી ફટકારી હતી. રોહિતે ટીમ ઈન્ડિયા માટે જોરદાર બેટિંગ કરી અને કારકિર્દીની 32મી સદી ફટકારી હતી.

Rohit Sharma Century India vs England: રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ કટકમાં વિસ્ફોટક સદી ફટકારી હતી. રોહિતે ટીમ ઈન્ડિયા માટે જોરદાર બેટિંગ કરી અને કારકિર્દીની 32મી સદી ફટકારી હતી. રોહિતની આ ઇનિંગમાં 10 ફોર અને 7 સિક્સ સામેલ હતી. તેણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી વનડે મેચમાં ઘણા રેકોર્ડ તોડ્યા હતા. આ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 305 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ તેને જડબાતોડ જવાબ આપ્યો છે.
𝗛𝗨𝗡𝗗𝗥𝗘𝗗!
A marvellous century from Captain Rohit Sharma in Cuttack 🫡
He gets to his 32nd ODI TON 🔥🔥
Follow The Match ▶️ https://t.co/NReW1eEQtF#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ImRo45 pic.twitter.com/WcB3O4zJS5— BCCI (@BCCI) February 9, 2025
રોહિત ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરવા આવ્યો હતો. સમાચાર લખાય છે ત્યાં સુધી તેણે 80 બોલનો સામનો કરીને 110 રન બનાવ્યા હતા. રોહિતે સિક્સરનો વરસાદ કર્યો હતો. તેણે પોતાની સદી પણ સિક્સર ફટકારીને પૂરી કરી હતી. તેણે પોતાની સદી દરમિયાન 11 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. રોહિતની ઈનિંગના આધારે ટીમ ઈન્ડિયાએ 26 ઓવરમાં 194 રન બનાવ્યા હતા.
રોહિતે પોતાની કારકિર્દીની બીજી સૌથી ઝડપી ODI સદી ફટકારી
રોહિતે 2023માં અફઘાનિસ્તાન સામે પોતાની કારકિર્દીની સૌથી ઝડપી ODI સદી ફટકારી હતી. તેણે દિલ્હીમાં 63 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. હવે તેણે કટકમાં ઈંગ્લેન્ડ સામે 76 બોલમાં પોતાની સદી પૂરી કરી. રોહિતની ત્રીજી સૌથી ઝડપી સદી પણ ઈંગ્લેન્ડ સામે આવી હતી. તેણે 2018માં 82 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. રોહિતે કટકમાં પોતાની ODI કારકિર્દીની 32મી સદી ફટકારી હતી.
રોહિતે ODIમાં છેલ્લી સદી ક્યારે ફટકારી ?
રોહિતે પોતાની ODI કારકિર્દીની છેલ્લી સદી દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે ફટકારી હતી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ મેચ ઓક્ટોબર 2023માં રમાઈ હતી. રોહિતે વિસ્ફોટક બેટિંગ રમી અને 84 બોલનો સામનો કરીને 131 રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિતે 16 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.
રોહિત-ગિલે ભારતને આપી વિસ્ફોટક શરૂઆત
રોહિતની સાથે શુભમન ગીલે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. કટકમાં આ બંને વચ્ચે 136 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન શુભમને 52 બોલનો સામનો કરીને 60 રન બનાવ્યા હતા. શુભમનની આ ઇનિંગમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે આ પછી તે આઉટ થઈ ગયો હતો.
રોહિતે ગેલને પાછળ છોડીને સિક્સરનો રેકોર્ડ તોડ્યો -
ODIમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ શાહિદ આફ્રિદીના નામે છે. પાકિસ્તાનના પૂર્વ ખેલાડી આફ્રિદીએ 398 વનડે મેચમાં 351 સિક્સર ફટકારી છે. હવે આ યાદીમાં રોહિત બીજા સ્થાને આવી ગયો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી રોહિતે કુલ 333 સિક્સર ફટકારી છે. રોહિતે ક્રિસ ગેલને પાછળ છોડી દીધો. ગેઈલે 301 મેચમાં 331 સિક્સર ફટકારી છે. આ યાદીમાં મહેન્દ્ર સિંહ ધોની પાંચમા સ્થાને છે. ધોનીએ 350 વનડે મેચોમાં 229 સિક્સર ફટકારી છે.
રોહિત શર્માની વનડેમાં સૌથી ઝડપી સદી -
અફઘાનિસ્તાન વિરુદ્ધ , 63 બોલમાં દિલ્હી 2023
ઈંગ્લેન્ડ વિરુદ્ધ 76 બોલ, કટક 2025
ઈંગ્લેન્ડ વિરુદ્ધ 82 બોલ, નોટિંગહામ 2018
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 82 બોલમાં , ઇન્દોર 2023
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 84 બોલમાં , ગુવાહાટી 2018

