Indian Captain: BCCIના સૂત્રનો ખુલાસો, હાર્દિકને T-20નો કેપ્ટન બનાવવાથી રોહિતને કોઈ વાંધો નહીં
વે આ મામલે મહત્વની બાબત સામે આવી રહી છે કે ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન રોહિત શર્માને હાર્દિક પંડ્યાને ટી-20નો નવો કેપ્ટન બનાવવામાં કોઈ વાંધો નથી અને તે તેનાથી સહજ છે.
Rohit Sharma on Hardik Pandya: છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમના પ્રદર્શનને ધ્યાનમાં રાખતા બીસીસીઆઈએ ટીમ ઈન્ડયામાં મોટા ફેરફાર કરવાની તજવીજ હાથ ધરી છે. હવે બીસીસીઆઈ T-20 ફોર્મેટમાં નવા કપ્તાનની નિમણૂંક કરવાની યોજના બનાવી ચુક્યું છે. જેને ટીમનો સિનિયર ખેલાડી રોહિત શર્મા સહજ રીતે સ્વિકારવા તૈયાર હોવાનું બીસીસીઆઈના સૂત્રોનું કહેવું છે.
ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર કરી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટી20નો નવો કેપ્ટન બનાવવાની યોજના બનાવી છે. હવે આ મામલે મહત્વની બાબત સામે આવી રહી છે કે ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન રોહિત શર્માને હાર્દિક પંડ્યાને ટી-20નો નવો કેપ્ટન બનાવવામાં કોઈ વાંધો નથી અને તે તેનાથી સહજ છે.
રોહિતને કોઈ સમસ્યા નહીં
અહેવાલ પ્રમાણે BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે, રોહિત શર્મા હાર્દિક પંડ્યાને T-20 ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવતા ખુશ છે. સૂત્રએ જણાવ્યું હતું કે, BCCIના ટોચના અધિકારીએ રોહિત શર્મા સાથે આ મામલે વાતચીત કરી હતી. રોહિત T-20 કેપ્ટન પદ છોડવા માટે સહજ છે. તે વનડે અને ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પર ધ્યાન કેન્દ્રિત કરશે. નવી પસંદગી સમિતિની નિમણૂક બાદ હાર્દિક પંડ્યાને T-20નો નવો કેપ્ટન બનાવવાની જાહેરાત કરવામાં આવશે.
માહિતી આપતાં BCCIના એક વિશ્વસનીય સૂત્રએ જણાવ્યું હતું કે, રોહિત શર્મા ટેસ્ટ અને વનડેમાં ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન્સી યથાવત રાખશે. અમને લાગે છે કે, રોહિત પાસે હજી આપવા માટે ઘણું છે. સુકાની પદ છોડવાથી તેનું કદ કંઈ નાનું નથી થાય. સૂત્રે વધુમાં કહ્યું હતું કે, આપણે અત્યારથી જ 2024ના T20 વર્લ્ડ કપની તૈયારી કરવી પડશે. હાર્દિક આ રોલ માટે ફિટ છે. શ્રીલંકા સામેની સીરીઝ પહેલા હાર્દિક પંડ્યાની ટી20ના કેપ્ટન તરીકે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
સુકાનીપદમાં ફેરફાર બાદ ભારતીય ટીમ
T20 ફોર્મેટ - હાર્દિક પંડ્યા - T20 ફોર્મેટમાં કમાન સંભાળશે
ODI ફોર્મેટ - રોહિત શર્મા - ODIમાં કેપ્ટન તરીકે ચાલુ રહેશે
ટેસ્ટ ફોર્મેટ - ટેસ્ટ ફોર્મેટમાં પણ કેપ્ટનશિપની જવાબદારી રોહિત શર્માના ખભા પર રહેશે.
સૂર્યકુમારને મળી શકે છે મોકો
પીટીઆઇ અનુસાર, બીસીસીઆઇના એક સુત્રએ બતાવ્યુ છે કે, જાડેજા કેટલીય વાર ચેકઅપ અને રિહેબ માટે NCA ગયો, પરંતુ તે બાંગ્લાદેશ પ્રવાસ પર રમાનારી સીરીઝ માટે ફિટ હોવાની સંભાવના હજુ સુધી નથી. તે બાંગ્લાદેશ સીરીઝ માટે ફિટ થશે. જાડેજાના બહાર થયા બાદ સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરવાની વાત ચાલી રહી છે. જો સૂર્યકુમારને મોકો મળે છે તો તે ટી20 અને વનડે બાદ ભારત માટે ડેબ્યૂ પણ કરી લેશે. જોકે હજુ સુધી તેના નામનુ એલાન બૉર્ડ દ્વારા નથી કરવામાં આવ્યુ.
ઉલ્લેખનીય છે કે, સૂર્યકુમાર યાદવ આ સમયે વર્લ્ડ ક્રિકેટનો નંબર વન બેટ્સમેન છે. તેના હાલનુ ફોર્મ પણ કમાલનુ છે. તાજેતરમાં જ તેને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટી20 મેચમાં શાનદારી સદી ફટકારી હતી.