(Source: Poll of Polls)
રોહિત શર્મા અચાનક ઇંગ્લેન્ડ પહોંચ્યો: શું ભારતને 5મી ટેસ્ટમાં જીત અપાવશે? સામે આવ્યો કેનિંગ્ટન ઓવલનો Video
રોહિત શર્માએ 7 મે, 2025 ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, જેના પછી શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

Rohit Sharma England 5th Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કેનિંગ્ટન ઓવલ ખાતે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ ચાલી રહી છે, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અચાનક લંડન પહોંચ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રોહિત શર્મા મેચ જોવા માટે સ્ટેડિયમમાં પ્રવેશતા જોવા મળ્યા છે. ભલે તેમણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય, પરંતુ તેઓ ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા માટે હાજર છે. ભારતે આ મેચમાં ઇંગ્લેન્ડ સામે લીડ મેળવી લીધી છે અને આ મેચ પર તેની પકડ મજબૂત છે.
રોહિત શર્માએ 7 મે, 2025 ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, જેના પછી શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ મેચમાં ભારતે પ્રથમ ઇનિંગમાં 224 રન બનાવ્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડ 247 રન પર ઓલઆઉટ થયું હતું. હવે ભારત બીજી ઇનિંગમાં મજબૂત સ્થિતિમાં છે. રોહિતની હાજરીમાં ભારતીય ટીમ વધુ સારું પ્રદર્શન કરીને મેચ જીતવામાં સફળ થાય છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
રોહિત શર્મા કેનિંગ્ટન ઓવલમાં
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં રોહિત શર્મા સ્ટેડિયમની બહાર પોતાની ટિકિટ ચેક કરાવીને મેદાનમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, ચાહકોએ તેમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. રોહિતે 7 મે, 2025 ના રોજ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલા જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ નિર્ણય પછી, પસંદગીકારો સમક્ષ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે હવે ટીમની કમાન કોને સોંપવામાં આવશે. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલાં, શુભમન ગિલને ભારતની ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.
#WATCH | United Kingdom | Indian Cricketer Rohit Sharma arrives at The Oval in London for #INDvsEND Fifth Test Day 3 match. pic.twitter.com/rM6MXMsazd
— ANI (@ANI) August 2, 2025
મેચની વર્તમાન સ્થિતિ
પાંચમી ટેસ્ટ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. ભારતે પ્રથમ ઇનિંગમાં 224 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 247 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે ભારત બીજી ઇનિંગમાં બેટિંગ કરી રહ્યું છે અને ત્રીજા દિવસની રમત દરમિયાન 100 થી વધુ રનની લીડ મેળવી લીધી છે. ભારત પાસે હજુ 8 વિકેટ બાકી છે અને તે મજબૂત સ્થિતિમાં છે.
શું રોહિતની હાજરીથી મેચ પર અસર થશે?
ભલે રોહિત શર્મા હવે મેદાન પર રમવા માટે હાજર ન હોય, પરંતુ તેમની હાજરીથી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનો ઉત્સાહ ચોક્કસપણે વધશે. કેપ્ટન તરીકે, તેમણે ટીમમાં જે જુસ્સો અને આત્મવિશ્વાસ ભર્યો હતો, તે હજુ પણ ખેલાડીઓ માટે પ્રેરણા બની શકે છે. જો ભારત આજે વધુ સારો સ્કોર કરીને ઇંગ્લેન્ડને મોટો લક્ષ્યાંક આપે છે, તો આ મેચનું પરિણામ ભારતના પક્ષમાં આવી શકે છે. રોહિતની નિવૃત્તિ પછીની આ પહેલી ટેસ્ટ મેચ છે જે તે મેદાન પરથી જોઈ રહ્યા છે, તેથી તેમની હાજરી ખેલાડીઓ માટે ખાસ બની રહેશે.




















