શોધખોળ કરો
Advertisement
પૃથ્વી-મયંક નિષ્ફળ જતા કયા વિસ્ફોટક ઓપનરને કાંગારુ સામે ઉતારવાની માંગ ઉઠી, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે પ્રથમ ટેસ્ટમાં બન્ને ઓપનરો ફેઇલ થતાં ક્રિકેટ ફેન્સ અને ક્રિકેટ દિગ્ગજોએ પણ એક સૂરમા રોહિત શર્માને ટીમમાં ફરી એકવાર ઓપનિંગની જવાબદારી સોંપવાની માંગ કરી છે
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા એડિલેડ ટેસ્ટ હારી ચૂકી છે, પ્રથમ ટેસ્ટની બન્ને ઇનિંગમાં ટીમ ઇન્ડિયા નવા ઓપનરો સાથે શરૂઆત કરી પરંતુ કામ આવી શક્યા નહીં. ભારતે પૃથ્વી શૉને મયંક અગ્રવાલ સાથે ઇનિંગની શરૂઆત કરવા મોકલ્યો પરંતુ બન્ને ઓપનરો ભારતને સારી શરૂઆત અપાવી શક્યા નહીં. ત્યારે આ બધાની વચ્ચે હવે રોહિત શર્માને ફરી એકવાર ટેસ્ટમાં ઓપનિંગમાં ઉતારવાની માંગ ઉઠી છે.
પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલે પ્રથમ ઇનિંગમાં 30 રનની પાર્ટનરશીપ કરી, જ્યારે બીજી ઇનિંગમાં 36 રન પર બન્ને પેવેલિયન ભેગા થઇ ગયા હતા. આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ રિકી પોન્ટિંગનુ માનવુ છે કે રોહિત શર્માને હાલની ભારતીય ટીમમાં પૃથ્વી શૉની જગ્યાએ ઓપનિંગમાં ઉતારાવો જોઇએ.
ફાઇલ તસવીર
પોન્ટિંગે કહ્યું રોહિત જરૂર રમશે, તે મયંક અગ્રવાલ અને પૃથ્વી શૉ કરતા ઘણો સારે ઓપનર છે, જો તે ફિટ છે તો સીધો ટૉપ ઓર્ડરમાં બેટિંગ કરશે. પોન્ટિંગના મતે રોહિતને ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે રમાડવો જોઇએ.
ઉલ્લેખનીય છે કે પ્રથમ ટેસ્ટમાં બન્ને ઓપનરો ફેઇલ થતાં ક્રિકેટ ફેન્સ અને ક્રિકેટ દિગ્ગજોએ પણ એક સૂરમા રોહિત શર્માને ટીમમાં ફરી એકવાર ઓપનિંગની જવાબદારી સોંપવાની માંગ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement