(Source: ECI/ABP News/ABP Majha)
RCB vs MI Score: બેંગ્લુરુએ મુંબઈને 8 વિકેટથી હરાવ્યું, કોહલી-ડુપ્લેસિસની તોફાની ઈનિંગ
IPL 2023ની પાંચમી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. બેંગ્લુરુની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
LIVE
Background
IPL 2023 Live Cricket Score RCB vs MI: IPL 2023ની પાંચમી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. બેંગ્લુરુની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બેંગ્લોરમાં રમાયેલી આ મેચમાં બંને ટીમો એકબીજાને ટક્કર આપતી જોવા મળશે. મુંબઈ આઈપીએલની ચેમ્પિયન ટીમ છે. જ્યારે RCB એક પણ વખત ટાઈટલ જીતી શક્યું નથી. ગત સિઝનની વાત કરીએ તો મુંબઈ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે હતું. જ્યારે RCBએ પ્લેઓફ સુધીનો પ્રવાસ કર્યો હતો. હવે ફરી એકવાર આ બંને ટીમો આમને-સામને છે.
બેંગ્લુરુએ મુંબઈને 8 વિકેટથી હરાવ્યું
પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને IPLની પાંચમી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં આરસીબીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં સાત વિકેટે 171 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીની ટીમે 16.2 ઓવરમાં બે વિકેટે 172 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
આરસીબીએ 4 ઓવરમાં 40 રન બનાવ્યા
આરસીબીએ 4 ઓવરમાં 40 રન બનાવ્યા છે. કોહલી 17 રને અને ડુ પ્લેસિસ 19 રને રમી રહ્યા છે.
મુંબઈએ RCBને 172 રનનો ટાર્ગેટ આપ્યો
મુંબઈએ RCBને 172 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈ તરફથી સૌથી વધુ રન તિલક વર્માએ કર્યા છે. તિલકે 46 બોલમાં 84 રન બનાવ્યા હતા.
મુંબઈનો સ્કોર 100 રનને પાર
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 15 ઓવર બાદ 5 વિકેટ ગુમાવીને 102 રન બનાવ્યા છે. તિલક 45 રન બનાવી રમતમાં છે. ટીમ ડેવિડ પણ હાલ મેદાનમાં છે.
સૂર્યકુમાર યાદવ ફરી ફેલ ગયો
મુંબઈ ઈન્ડિયન્સનો સૂર્યકુમાર યાદવ આરસીબી સામે ચાલ્યો નહોતો. તે 16 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. નવમી ઓવરના પાંચમા બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. મુંબઈએ 10 ઓવરમાં ચાર વિકેટે 55 રન બનાવ્યા છે.