GT vs RCB: બેંગ્લુરુએ ગુજરાતને 9 વિકેટે હરાવ્યું, વિલ જેક્સની સદી, કોહલીની ફિફ્ટી
GT vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 7 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં વિરાટ કોહલીએ 70 રનની અને વિલ જેક્સે 100 રનની ઇનિંગ રમીને RCBને IPL 2024માં ત્રીજી જીત અપાવી હતી. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 200 રન બનાવ્યા હતા.
GT vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 7 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં વિરાટ કોહલીએ 70 રનની અને વિલ જેક્સે 100 રનની ઇનિંગ રમીને RCBને IPL 2024માં ત્રીજી જીત અપાવી હતી. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 200 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતી વખતે બેંગલુરુની ટીમે 18 બોલ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આરસીબીની શરૂઆત સારી રહી હતી, પરંતુ ફાફ ડુપ્લેસીસ 12 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી વિરાટ કોહલી અને વિલ જેક્સ વચ્ચે 166 રનની પાર્ટનરશિપ થઈ હતી જેણે ગુજરાતની બોલિંગની કમર તોડી નાખી હતી.
TAKE.A.BOW 🫡
Congratulations Will Jacks for your maiden IPL ton 👏👏
Scorecard ▶️ https://t.co/SBLf0DonM7#TATAIPL | #GTvRCB pic.twitter.com/0bWIwm8aXw — IndianPremierLeague (@IPL) April 28, 2024
કોહલીએ 44 બોલમાં 70 રન બનાવ્યા, આ દરમિયાન તેણે 6 ફોર અને 3 સિક્સર ફટકારી. બીજી તરફ જેક્સને શરૂઆતમાં સંઘર્ષ કરવો પડ્યો, પરંતુ તેણે 41 બોલમાં 100 રન બનાવ્યા અને આરસીબીને 9 વિકેટે જીત અપાવવામાં મદદ કરી.
ફાફ ડુ પ્લેસિસના આઉટ થયા બાદ વિરાટ કોહલી અને વિલ જેક્સે આક્રમક બેટિંગ કરી હતી. પ્રથમ 10 ઓવરમાં ટીમે 1 વિકેટના નુકસાન પર 98 રન બનાવ્યા હતા. પછીની 5 ઓવરમાં કોહલી અને જેક્સે મળીને 79 રન બનાવ્યા, જેના કારણે 15 ઓવર પછી RCBનો સ્કોર 177 રન થઈ ગયો. છેલ્લી 5 ઓવરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે માત્ર 24 રનની જરૂર હતી. પરંતુ કોહલી અને જેક્સ આ મેચને લંબાવવા માંગતા ન હતા. વિલ જેક્સે 16મી ઓવર ફેંકવા આવેલા રશીદ ખાનની ઓવરમાં 29 રન બનાવીને બેંગલુરુને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આરસીબીની આ જીત એટલા માટે પણ ખાસ હતી કારણ કે તેનાથી તેમને નેટ રન-રેટના સંદર્ભમાં ઘણો ફાયદો થશે.
A memorable chase from @RCBTweets ✨
— IndianPremierLeague (@IPL) April 28, 2024
A partnership of 1️⃣6️⃣6️⃣* between Virat Kohli & Will Jacks power them to 🔙 to 🔙 wins ❤️
Will their late surge help them qualify for the playoffs?🤔
Scorecard ▶️ https://t.co/SBLf0DonM7#TATAIPL | #GTvRCB pic.twitter.com/Tojk3eCgxw
ગુજરાત ટાઇટન્સ બોલિંગ
અઝમતુલ્લા ઉમરઝાઈ સિવાય ગુજરાત ટાઈટન્સનો કોઈ એવો બોલર નથી જેણે 10થી ઓછા ઈકોનોમી રેટથી રન આપ્યા હોય. ગુજરાત તરફથી એકમાત્ર સાઈ કિશોરે 3 ઓવરમાં 30 રન આપીને વિકેટ ઝડપી હતી. જ્યારે રાશિદ ખાને 4 ઓવરમાં 51 રન આપીને બોલિંગમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. મોહિત શર્મા અને નૂર અહેમદ પણ ખરાબ રીતે ધોવાયા હતા.