India Vs South Africa Test Match: ભારત વિરુદ્ધ બ્લેક પટ્ટી બાંધીને કેમ રમી રહી છે સાઉથ આફ્રિકાની ટીમ?
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો
India Vs South Africa Test Match: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડિયાએ સારી શરૂઆત કરી છે. આ વચ્ચે સાઉથ આફ્રિકાની ટીમ બ્લેક પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી છે. વાસ્તવમાં રવિવારે સાઉથ આફ્રિકા આર્ચબિશપ ડેસમંડ ટૂટૂનું નિધન થયું છે. 90 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ડેસમંડ ટૂટૂ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા હતા. તેમણે આફ્રિકામાં વંશીય ભેદભાવ મામલે કામ કર્યું છે.
ડેસમંડ ટૂટૂને શ્રદ્ધાંજલિ આપતા સાઉથ આફ્રિકાના કિકેટર્સે બ્લેક આર્મ બેન્ડ બાંધ્યા હતા. મેચ શરૂ થયા અગાઉ બંન્ને ટીમોએ બે મિનિટ મૌન પાળ્યુ હતું. તે સિવાય આફ્રિકાના ખેલાડીઓએ બ્લેક લાઇવ મેટર્સના સમર્થનમાં ઘૂટણ પર બેઠા હતા.
Archbishop Emeritus Desmond Tutu was a guiding light for countless people globally. His emphasis on human dignity and equality will be forever remembered. I am deeply saddened by his demise, and extend my heartfelt condolences to all his admirers. May his soul rest in peace.
— Narendra Modi (@narendramodi) December 26, 2021
વડાપ્રધાન મોદીએ ડેસમંડ ટૂટૂના નિધન પર દુખ વ્યક્ત કર્યું અને ટ્વિટમાં લખ્યું કે આર્કબિશપ એમેરિટ્સ ડેસમંડ ટૂટૂ વિશ્વ સ્તર પર અગણિત લોકો માટે એક માર્ગદર્શક હતા. માનવીય ગરીમા અને સમાનતા પર તેમને હંમેશા યાદ રાખવામાં આવશે.