ગુજરાતના ક્યા મંત્રીની હાજરીમાં જ ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખે અધિકારી સામે મૂક્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ, જાણો શું કહ્યું ?
કૃષિમંત્રી રાઘવજી પટેલની હાજરીમાં જ અધિકારીઓ પર આક્ષેપ કર્યા હતા. પ્રમુખ ધરમશી ચનીયારાએ આક્ષેપ લગાવ્યા હતા. ક્ષાર અંકુશના અધિકારીઓ પર માટીકામને લઈને આક્ષેપ લગાવ્યા હતા.
જામનગરઃ ભાજપ શાષિત જીલ્લા પંચાયતના પ્રમુખ જાહેરમાં જ અધિકારીઓ પર આક્ષેપ કર્યા હતા. કૃષિમંત્રી રાઘવજી પટેલની હાજરીમાં જ અધિકારીઓ પર આક્ષેપ કર્યા હતા. પ્રમુખ ધરમશી ચનીયારાએ આક્ષેપ લગાવ્યા હતા. ક્ષાર અંકુશના અધિકારીઓ પર માટીકામને લઈને આક્ષેપ લગાવ્યા હતા.
14 લાખના ટેન્ડર અને 5 લાખનું કામ થતું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. માપે રહેજો નહિતર હું કોઈને છોડીશ નહિ તેવું જાહેરમાં અને કૃષિમંત્રીની હાજરીમાં જ પ્રમુખે કહી દેતા ચકચાર મચી ગઈ છે. જોડિયા ખાતે યોજાયેલ અતિવૃષ્ટિ અને ધોવાણના પ્રશ્નો અંગે યોજાયેલ મીટીંગમાં ધરમસશી ચનીયારા પ્રમુખ બોલ્યા હતા.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું 130 બેઠકો જીતવાનું લક્ષ્ય પાર પડે એવી ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ આપી શુભેચ્છા ?
મહેસાણાઃ ગુજરાત ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના 130 બેઠકો જીતવાના દાવા મુદ્દે ગઈ કાલે મોટું નિવેદન આપ્યું હતું. જગદીશ ઠાકોરના 130 બેઠકો જીતવા સામેના નિવેદન સામે અલ્પેશ ઠાકોરે શુભકામનાઓ આપી. કોંગ્રેસનું લક્ષ્ય 130 છે, અમારા પ્રમુખનું લક્ષ્ય 182નું છે. ચૂંટણી જીતવાની ચોક્કસ તૈયારીઓ હોય છે જે ભાજપ માર્ચ એપ્રિલમાં પૂર્ણ કરી દેશે.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે, મેં ગત મહિને પણ પદયાત્રા કરી હતી. આ પદયાત્રાને આપ રાજકીય અને સામાજિક બંને રીતે જોઈ શકો. સંગઠનનો વ્યાપ વધારવા આ પદયાત્રા છે. વ્યસનમુક્તિના અભિયાન સાથે મેં શરૂઆત કરી હતી, જેમાં અમે સફળ થઈ રહ્યા છે. ઠાકોર સમાજમાં 90 ટકા લોકો વ્યસનમુક્તિ તરફ વળ્યા છે. અમારી વિચારધારા સફળ કરવા અમે મહેનત કરી રહ્યા છીએ.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતા અને ઠાકોર આગેવાન અલ્પેશ ઠાકોરે આજે શક્તિપ્રદર્શન યોજ્યું હતું. આ શક્તિ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય પણ જોડાયા હતા. બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર અલ્પેશ ઠાકોરની યાત્રામાં જોડાયા હતા. ભાજપ નેતાના કાર્યક્રમમાં ભરતજી જોડાતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની પદયાત્રામાં કોંગ્રેસ ધારાસભ્ય ભરતજી ઠાકોરના બેનર લાગ્યા હતા. કોંગ્રેસના બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરના ફોટા સાથે બેનર લાગ્યા હતા. ભાજપના માહામંત્રી રજનીભાઇ પટેલ સહિત ભાજપના નેતાઓના બેનર વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યના બેનર લાગ્યા હતા.