શોધખોળ કરો
Advertisement
સચિન તેંદુલકર પરિવાર સાથે નીકળ્યો વેકેશન ગાળવા, દીકરી સારા સાથે મસ્તી કરતી તસવીર કરી શેર
સચિન તેંદુલકર આજકાલ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર સચિનની કેટલીક તસવીર વાયરલ થઇ છે
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટ અને ક્રિકેટના ગૉડ સચિન તેંદુલકર આજકાલ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર સચિનની કેટલીક તસવીર વાયરલ થઇ છે, જેમાં તે ફેમિલી સાથે વેકેશનની પળો માણતો દેખાઇ રહ્યો છે. સચિન ખુદ એક તસવીર શેર કરી છે જેમાં પોતાની દીકરી સારા સાથે દેખાઇ રહ્યો છે.
સચિને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની દીકરી સારા તેંદુલકર સાથેની તસવીર શેર કરી છે, જેમાં બન્નેએ સ્પૉર્ટિંગ લાઇફ જેટેક અને શાનદાર સનગ્લાસ પહેરેલા છે. જોકે, આ જગ્યા કઇ છે તેનો હજુ ખુલાસો નથી કર્યો. આ તસવીર પરથી માની શકાય કે સચિન પોતાના પરિવાર સાથે વેકેશન ગાળવા બહાર નીકળ્યો છે.
સચિને આ તસવીર શેર કરતા એક જૉક પણ લખ્યો છે- સારાઃ બાબા ક્યા હમ સમુદ્ર મે ખો ગયે હૈ? મેં- મેં સોર (????????????????????) નહીં હુ...... આની સાથે તેમને એક ઇમોજી પણ શેર કરી છે. તેમને વેકેશન અને સી ના હેશટેગ પણ ઉપયોગ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા સચિને એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પેરાસેલિંગ કરતો દેખાઇ રહ્યો હતો, તેની આ પૉસ્ટ જોઇને નક્કી કહી શકાય કે સચિન પરિવાર સાથે હાલ વેકેશન ગાળી રહ્યો છે.
(તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement