'આ ક્રિકેટર મને અશ્લિલ ફોટા મોકલતો હતો', જેન્ડર ચેન્જ કરી છોકરી બનેલા સંજય બાંગરની દીકરીનો ચોંકાવનારો આરોપ
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને કોચ સંજય બાંગરના પુત્રએ તાજેતરમાં જેન્ડર ચેન્જ કરાવ્યું હતું. દરમિયાન એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

Anaya Bangar Sanjay Bangar: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને કોચ સંજય બાંગરના પુત્રએ તાજેતરમાં જેન્ડર ચેન્જ કરાવ્યું હતું. દરમિયાન એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. છોકરામાંથી છોકરી બનેલી અનન્યા બાંગરે સાથી ક્રિકેટરો પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું હતું કે કેટલાક ખેલાડીઓ તેને ગાળો બોલતા હતા. અનાયાએ કહ્યું કે આ પછી પણ તે અટક્યા નહોતા.
અનાયાએ તાજેતરમાં લલ્લનટૉપને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ ખુલાસો કર્યો હતો. અનાયાએ કહ્યું હતું કે, "ક્રિકેટર્સ મને પ્રાઇવેટ ફોટો મોકલતા હતા. તે કહેતા હતા કે મારી સાથે કારમાં ચાલ. અનેક ક્રિકેટર્સે મને ગાળો પણ આપતા હતા અને ફોટો માંગતા હતા. અનન્યા માટે જેન્ડર ચેન્જ કરાવવાનો નિર્ણય સરળ રહ્યો નહોતો. તેનું કહેવું છે કે તેના પિતાએ તેને ક્રિકેટ છોડવાનું કહ્યું હતું.
અનાયા યશસ્વી અને મુશીર જેવા ઘણા ખેલાડીઓ સાથે રમી છે
અનાયા પહેલા છોકરો હતો. તે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન યશસ્વી જયસ્વાલ સાથે રમી ચૂકી છે. તે સરફરાઝ ખાન અને મુશીર ખાન સાથે પણ ક્રિકેટ રમી છે. અનાયાએ કહ્યું કે તે દુઃખી છે કે મહિલા ક્રિકેટમાં ટ્રાન્સજેન્ડરોને રમવાની મંજૂરી નથી. તેને મહિલા ક્રિકેટમાં રમવાની મંજૂરી મળવી જોઈએ.
આવું રહ્યું અનાયાનું ક્રિકેટ કરિયર
અનાયાનું ક્રિકેટ કરિયર લાંબા સમય સુધી ચાલી શક્યું નહીં. તેણી મુંબઈમાં ક્લબ ક્રિકેટ રમી ચૂકી છે. આ ઉપરાંત, તેણે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રહીને કાઉન્ટી ક્લબ માટે મેચ પણ રમી છે. તેણે એક મેચમાં 145 રનની ઇનિંગ રમી હતી. તેણે શરૂઆતની ક્રિકેટ તાલીમ તેમના પિતા સંજય બાંગર પાસેથી મેળવી હતી. અનાયા મુંબઈ ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલી હતી. પરંતુ 2023માં હોર્મોન થેરાપી શરૂ કર્યા પછી તેના ક્રિકેટ કારકિર્દી પર ખરાબ અસર પડી. આ પછી તેણે ક્રિકેટથી દૂર જતી રહી હતી.




















