શોધખોળ કરો

એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?

ઝિમ્બાબ્વે સિરીઝ અને ઈંગ્લેન્ડ સામેની મેચમાંથી બહાર થયા બાદ, હવે એશિયન ગેમ્સમાંથી પણ સંજુની થઈ શકે છે હકાલપટ્ટી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સંજુ સેમસન એશિયન ગેમ્સ ટીમમાંથી બહાર થઈ શકે છે.
  • ઝિમ્બાબ્વે શ્રેણીમાંથી પણ બાદ, ઇંગ્લેન્ડમાં પડતો મુકાયો.
  • તેની વન-ડે અને ટી૨૦ કારકિર્દી પ્રભાવશાળી આંકડા ધરાવે છે.

Sanju Samson Asian Games: ભારતીય ક્રિકેટના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. 2026 ના T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર આ ખેલાડીને હવે વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. અહેવાલો અનુસાર, 2026 ની એશિયન ગેમ્સ માટે અગાઉ જાહેર કરાયેલી ભારતીય ટીમમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, અને આ ફેરફારમાં સંજુ સેમસનનું પત્તું કપાઈ શકે છે.

એશિયન ગેમ્સની ટીમમાંથી થઈ શકે છે બહાર

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ, સંજુ સેમસનને એશિયન ગેમ્સની ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, 6 જૂને જ BCCI એ એશિયન ગેમ્સ માટે પુરુષ ટીમની જાહેરાત કરી હતી. જોકે, હવે આ સુધારેલી ટીમમાંથી તેનું નામ ગાયબ થઈ શકે તેવી અટકળો તેજ બની છે. આ ખેલાડી માટે આ સતત બીજો ફટકો છે. તાજેતરમાં જ 6 જુલાઈએ BCCI એ ઝિમ્બાબ્વે સામેની 3 મેચની T20 સિરીઝ માટે ટીમ જાહેર કરી હતી, તેમાં પણ સંજુનું નામ સામેલ નહોતું.

ઈંગ્લેન્ડ સિરીઝમાં પણ થયો અન્યાય!

આટલું જ નહીં, હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 સિરીઝમાં પણ તેની સાથે કંઈક આવું જ થતું જોવા મળ્યું. સિરીઝની પ્રથમ મેચમાં સંજુ ભારતની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો, પરંતુ વરસાદને કારણે આ મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ, બીજી જ T20 મેચમાં તેને પડતો મૂકવામાં આવ્યો અને તેના સ્થાને યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી.

સતત અલગ-અલગ સિરીઝ અને સ્થાનો પરથી બહાર થતા સંજુના ચાહકો ભારે નિરાશ છે. હવે સૌની નજર એ વાત પર છે કે BCCI એશિયન ગેમ્સ માટે સત્તાવાર રીતે સુધારેલી ટીમ ક્યારે જાહેર કરે છે. હાલમાં આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ

સંજુ સેમસનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર એક નજર:

જો સંજુની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના આંકડાઓ જોઈએ તો, તે અત્યંત પ્રભાવશાળી રહ્યા છે:

વનડે (ODI): તેણે અત્યાર સુધીમાં 16 ODI મેચ રમી છે, જેની 14 ઈનિંગ્સમાં તેણે 56.66 ની શાનદાર સરેરાશથી 510 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં તેના નામે 1 સદી અને 3 અડધી સદી નોંધાયેલી છે.

T20 ઈન્ટરનેશનલ: 65 T20 મેચની 57 ઈનિંગ્સમાં તેણે 155.42 ના આક્રમક સ્ટ્રાઈક રેટ અને 27.01 ની સરેરાશથી 1405 રન ફટકાર્યા છે, જેમાં 3 સદી અને 6 અડધી સદીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

Frequently Asked Questions

સંજુ સેમસન એશિયન ગેમ્સની ટીમમાંથી કેમ બહાર થઈ શકે છે?

અહેવાલો અનુસાર, 2026ની એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફારો થવાના છે, અને આ ફેરફારમાં સંજુ સેમસનનું પત્તું કપાઈ શકે છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

તાજેતરમાં સંજુ સેમસનને કઈ અન્ય સિરીઝમાંથી પડતો મુકાયો છે?

તેને ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝ માટેની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત, ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝની પ્રથમ મેચ પછી તેને પડતો મુકીને વૈભવ સૂર્યવંશીને તક અપાઈ હતી.

સંજુ સેમસનની ODI અને T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીના આંકડા કેવા છે?

ODIમાં તેણે 16 મેચમાં 56.66ની સરેરાશથી 510 રન બનાવ્યા છે (1 સદી, 3 અડધી સદી). T20Iમાં 65 મેચમાં 27.01ની સરેરાશથી 1405 રન ફટકાર્યા છે (3 સદી, 6 અડધી સદી).

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
Embed widget