જો વૈભવને પ્લેઇંગ ઇલેવનમાં તક મળશે, તો તે 23 જુલાઈના રોજ ઝિમ્બાબ્વે સામે રમતો જોવા મળશે. આ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની પહેલી T20 મેચ છે.
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
Vaibhav Suryavanshi next match date: સંજુ સેમસનની ટીમમાંથી બાદબાકી, 23 જુલાઈથી શરૂ થનારી ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે શ્રેયસ અય્યરને સોંપાઈ કમાન.

- વૈભવ સૂર્યવંશી ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ.
- શ્રેયસ અય્યર કેપ્ટન બન્યા, સંજુ સેમસન ટીમમાંથી બહાર.
- 15 વર્ષના વૈભવે ડેબ્યુ કર્યું; 23 જુલાઈએ ફરી રમશે.
- ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 મેચ 23 જુલાઈથી હરારેમાં.
Vaibhav Suryavanshi next match date: ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં માત્ર 15 વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરીને ઇતિહાસ રચનાર યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી હવે ઝિમ્બાબ્વે પ્રવાસમાં પણ ધૂમ મચાવવા તૈયાર છે. BCCI દ્વારા આગામી ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં સૌથી મોટો ફેરફાર એ છે કે યુવા ખેલાડીઓ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે, જ્યારે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા સંજુ સેમસનને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. આ સિરીઝ માટે ટીમની કેપ્ટનશીપ શ્રેયસ અય્યર કરશે.
નોંધનીય છે કે 4 જુલાઈ, 2026 નો દિવસ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો. આ એ જ તારીખ છે જ્યારે વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 વર્ષ અને 99 દિવસની નાની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પગ મૂકીને સૌથી યુવા ડેબ્યૂટન્ટ બનવાનું બહુમાન મેળવ્યું. પોતાની પહેલી મેચમાં તેણે 14 રન બનાવ્યા હતા. હાલમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે છે જ્યાં 19 જુલાઈએ છેલ્લી વનડે રમાશે. આ પ્રવાસ પૂરો થતાં જ ભારતીય ટીમ સીધી ઝિમ્બાબ્વે જવા રવાના થશે.
ચાહકોના મનમાં હવે સવાલ એ છે કે વૈભવ સૂર્યવંશી ફરીથી ક્યારે મેદાન પર ચોગ્ગા-છગ્ગા ફટકારતો જોવા મળશે? તમને જણાવી દઈએ કે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 23 જુલાઈથી 26 જુલાઈ દરમિયાન 3 મેચની T20 સિરીઝ રમાવાની છે. આ ત્રણેય મેચોનું આયોજન ઝિમ્બાબ્વેના હરારેમાં કરવામાં આવ્યું છે. જો વૈભવને પ્લેઇંગ ઇલેવનમાં તક મળે છે, તો તે ઇંગ્લેન્ડ સિરીઝ બાદ 23 જુલાઈએ ઝિમ્બાબ્વે સામે રમતો જોવા મળશે.
આ પણ વાંચોઃ ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
બીજી તરફ, BCCI એ સંજુ સેમસન મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. ઇંગ્લેન્ડ સામેની બીજી T20 મેચમાં પણ ટીમ મેનેજમેન્ટે સંજુને બહાર બેસાડીને તેની જગ્યાએ વૈભવને ડેબ્યૂ કરવાની તક આપી હતી. હવે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પણ સંજુ સેમસનને ટીમમાંથી સંપૂર્ણપણે પડતો મૂકવામાં આવ્યો છે.
ભારત અને ઝિમ્બાબ્વે T20 સિરીઝનું શેડ્યૂલ (તમામ મેચો હરારેમાં):
23 જુલાઈ - પહેલી T20 મેચ
25 જુલાઈ - બીજી T20 મેચ
26 જુલાઈ - ત્રીજી T20 મેચ
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ભારતીય ટીમ:
શ્રેયસ અય્યર (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુ સિંહ, હર્ષ દુબે, વરુણ ચક્રવર્તી, યાવક શર્મા, પ્રિન્સ યાકૂક, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).
આ પણ વાંચોઃ ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
Frequently Asked Questions
વૈભવ સૂર્યવંશીની આગામી મેચ ક્યારે છે?
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ભારતીય ટીમનો કેપ્ટન કોણ છે?
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ભારતીય ટીમની કેપ્ટનશીપ શ્રેયસ અય્યર કરશે. આ સિરીઝમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.
વૈભવ સૂર્યવંશીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ક્યારે ડેબ્યૂ કર્યું?
વૈભવ સૂર્યવંશીએ 4 જુલાઈ, 2026 ના રોજ માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું. તેણે ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં આ સિદ્ધિ મેળવી.
સંજુ સેમસનને કઈ સિરીઝમાંથી બહાર કરાયો છે?
સંજુ સેમસનને ઝિમ્બાબ્વે T20 પ્રવાસ માટેની ટીમમાંથી સંપૂર્ણપણે પડતો મૂકવામાં આવ્યો છે. તેને ખરાબ ફોર્મને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.



















